
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
ભિલોડામાં ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલાયો – રાજસ્થાનનો આરોપી ઝડપાયો
અરવલ્લી જિલ્લામાં ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમા થયેલી ઘરફોડ ચોરીના બે વણશોધાયેલા ગુન્હામાં મોટો ભેદ ઉકેલાતાં જિલ્લા LCB પોલીસ ને સફળતા હાથ લાગી છે પોલીસને સફળતા મળી છે
મોડાસા LCB પોલીસે મળેલી ચોક્કસ બાતમીના આધારે ભિલોડાના મોહનપુર ચાર રસ્તા પાસેથી રાજસ્થાનના રહેવાસી આઝાદ ઉર્ફ અજય રૂપલાલ બરંડાને ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ ભિલોડા વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીઓમાં સંડોવણી કબૂલ હતી.આરોપીએ ઘરમાંથી સોના-ચાંદીની રણીઓ અને પીળી ધાતુની ત્રણ વસ્તુઓ, અંદાજે રૂ. 1,10,000/-ના મુદ્દામાલની ચોરી કરી હતી. પોલીસે આરોપી પાસેથી ચોરાયેલ મુદ્દામાલનો મોટો હિસ્સો ઝડપી પાડ્યો છે.તપાસ દરમિયાન ખુલ્યું છે કે આ ગુનામાં અન્ય ત્રણ આરોપીઓ હજી વોન્ટેડ છે, જેઓની શોધખોળ પોલીસ દ્વારા ચાલુ છે.પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, અરવલ્લી જિલ્લામાં તાજેતરમાં બનેલી ઘરફોડ ચોરીની ઘટનાઓ બાદ પોલીસની સતત ચેકિંગ અને ઇન્ટેલિજન્સ ટીમના પ્રયાસો બાદ આ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.





