કાલોલ ખાતે સાંસદ અને ધારાસભ્ય ની હાજરીમા ૨૫ ગ્રામ પંચાયત મા પાણીના ટેન્કર ની ફાળવણી કરાઈ.

તારીખ ૦૮/૦૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકા પંચાયત ખાતે સાંસદ રાજપાલસિહ જાદવ અને ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ની ઉપસ્થિતિ વચ્ચે ૨૦ ટકા નાણા પંચ ની તાલુકા કક્ષા ની ગ્રાન્ટ માથીવર્ષ ૨૦૨૧/૨૨ ના ૯ ટેન્કર અને ૨૦૨૨/૨૩ ના વર્ષ ના ૧૯ ટેન્કર કુલ મળીને ૨૫ ટેન્કર ની ફાળવણી કરવામાં આવી હતી.રૂ ૨ લાખની એક એવા ૫૦ લાખની કિંમત ના ૨૫ ટેન્કર તાલુકાના ૨૫ ગામોને સરપંચો અને તલાટી કમ મંત્રીની ઉપસ્થિતિમાં સાંસદ અને ધારાસભ્ય દ્વારા લીલીઝંડી આપી પોત પોતાની ગ્રામ પંચાયત ખાતે પ્રસ્થાન કરાવ્યું હતુ કાર્યક્ર્મમા તાલુકા પંચાયત પ્રમુખ સવિતાબેન રાઠવા, ઉપપ્રમુખ ગુણવંતસિહ ચૌહાણ,કારોબારી અઘ્યક્ષ ઉપેન્દ્રસિંહ ચાવડા ભાજપ તાલુકા મંડળ પ્રમુખ મહીદીપ ગોહિલ માજી મંડળ પ્રમુખ નરેદ્રસિંહ ગોહિલ માજી તાલુકા પંચાયત પ્રમુખ જયદેવસિહ ઠાકોર. મહામંત્રી કિરણસિંહ સોલંકી, તાલુકા પંચાયત સભ્ય કિરણ બેલદાર અને ઈ.તાલુકા વિકાસ અધિકારી જયદીપ ઠાકોરની હાજરીમા સાંસદ અને ધારાસભ્ય દ્વારા આ ટેન્કરનો સદ ઉપયોગ કરવા માટે અને તેની સાર સંભાળ રાખવા તાકીદ કરી હતી. બાકી રહેલા ગામો ને પણ ટૂંક સમયમાં ટેન્કર ની ફાળવણી કરવામાં આવશે તેવુ જણાવ્યુ હતુ.







