BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

અંકલેશ્વરમાં એસટી બસની બ્રેક ફેઈલ, અકસ્માતના CCTV:ત્રણ રસ્તા સર્કલ પર બસે મહિલા અને ત્રણ વાહનોને અડફેટે લીધા, મહિલાનો આબાદ બચાવ

સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા સર્કલ નજીક એક એસટી બસનો અકસ્માત સર્જાયો હતો. ઝઘડીયાથી સુરત તરફ જતી એસટી બસની અચાનક બ્રેક ફેઇલ થઈ ગઈ હતી. બસે આગળ ચાલી રહેલા ત્રણ વાહનો અને મહિલાને અડફેટે લીધા હતા. જેમાં મહિલાનો આબાદ બચાવ થયો.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા વિસ્તારમાં ઝઘડિયાથી સુરત જતી એસટી બસની બ્રેક ફેઇલ થવાના કારણે ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલા દૃશ્યોમાં જોવા મળે છે કે બસ ટર્ન લેતી વખતે ચાલકે તેનો કાબૂ ગુમાવી દીધો હતો. જેમાં મહિલા અને ત્રણ વાહનોને અડફેટે લીધા હતા, જેમાં મહિલાનો આબાદ બચાવ થયો.
અકસ્માત દરમિયાન એક મહિલા પણ બસની અડફેટે આવી ગઈ હતી. જો કે, નસીબજોગે મહિલા બસ નીચેથી સહી સલામત બહાર નીકળી ગઈ હતી. આ ઘટનાના કારણે બસમાં સવાર મુસાફરો સહિત આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
ઘટના સ્થળે તરત જ અફરાતફરી મચી ગઈ હતી. પરંતુ એસટી બસના ચાલક અને કંડક્ટરની સમયસૂચકતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

Back to top button
error: Content is protected !!