GUJARATHALOLPANCHMAHAL

હાલોલથી પાવાગઢને જોડતા રાજ્ય ધોરી માર્ગ ઉપર બી.યુ.એસ.જી પેચવર્કની કામગીરી શરૂ

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૫.૭.૨૦૨૫

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશો અને માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં પુલો,રસ્તા અને વરસાદી માહોલના લીધે અસર પામેલા માર્ગોના સમારકામ માટે ખાસ અભિયાન અમલી બનાવવામાં આવ્યું છે.જે અંતર્ગત માર્ગ અને મકાન વિભાગના સચિવની સૂચના અને જિલ્લા કલેક્ટર અજય દહિયાના નેજા હેઠળ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લાભરમાં માર્ગ સુધારણા અને રીપેરીંગની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. વરસાદથી ક્ષતિગ્રસ્ત રસ્તા પર થયેલ ખાડાઓને મેટલ પેચવર્ક અને ડામર પેચવર્કથી ભરવાની કામગીરી કરવામાં આવી રહી છે.જેના ભાગરૂપે માર્ગ અને મકાન પેટા વિભાગ હાલોલ દ્વારા હાલોલથી પાવાગઢને જોડતા રાજ્ય ધોરીમાર્ગ ઉપર બી.યુ.એસ.જી પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત પેટા વિભાગ હસ્તકના બારીયા-રાજગઢ-રણજીતનગર રોડ તથા બોડેલી-હાલોલ રોડ ઉપર સિમેન્ટ કોંક્રિટ પેચવર્કની કામગીરી પણ ચાલી રહી છે, જે આગામી થોડા દિવસોમાં પૂર્ણ થનાર છે તેમ માર્ગ અને મકાન પેટા વિભાગ, હાલોલ દ્વારા વધુમાં જણાવાયુ છે.

Back to top button
error: Content is protected !!