કાલોલ ના વેજલપુર સર્વોદય વિકાસ ટ્રસ્ટ સંચાલિત જે.સી.એજ્યુકેશનમાં C.C.C.કોમ્પ્યુટરની પરીક્ષા લેવામાં આવી.

તારીખ ૧૪/૦૭/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં ગત રવિવારના રોજ સર્વોદય વિકાસ ટ્રસ્ટ સંચાલિત જે.સી.એજ્યુકેશન માં કોમ્પ્યુટર ની પરીક્ષા લેવામાં આવી જે વિદ્યાર્થીઓએ C.C.C. કોર્ષ ર્પૂર્ણ કરેલ છે તેમની પરીક્ષા સર્વોદય લઘુમતી હાઈસ્કૂલ વેજલપુર માં લેવામાં આવી હતી આ પરીક્ષા સર્વોદય વિકાસ ટ્રસ્ટના તમામ કાર્યકરો તેમજ કોમ્પ્યુટર ટીચર તરીકે અભ્યાસ કરાવતા સોહેલ જમાલ તેમજ B.com & M.com ડિગ્રી મેળવેલ એવા બીપીનકુમાર પરમાર તેમજ અજયભાઈ વાણંદ સર્વોદય વિકાસ ટ્રસ્ટ ના પ્રમુખ સિદ્દીકભાઈ ટપ ની હાજરીમાં c.c.c. ની પરીક્ષા લેવામાં આવી પરીક્ષા પૂર્ણ થયા પછી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે સર્વોદય વિકાસ ટ્રસ્ટ તરફથી આઈસ્ક્રીમ નું વિતરણ કરવામાં આવ્યું હતુ આ કોમ્પ્યુટર ક્લાસમાં પરીક્ષા આપ્યા પછી જે વિદ્યાર્થીઓ પાસ થાય તેમને જ સર્ટિફિકેટ આપવામાં આવે છે જો કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં ફેલ થાય તો તેને એક સપ્તાહનો સમય આપવામાં આવે છે અને ફરીથી તેમની પરીક્ષા લેવામાં આવે છે અને એક થી ત્રણ નંબર લાવનાર ને એવોર્ડ તેમજ મેડલ આપવામાં આવે છે.






