કાલોલ ના સણસોલી ગામનાં અનેક લોકો પર આંગણવાડી ના નામે કોલ આવતા ગામમાં ભારે ચકચાર મચી.

તારીખ ૧૨/૧૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના સણસોલી પાનીમુવાડી ગામમાં ફ્રોડ કરનારાઓ દ્વારા 9153062499 નંબર પરથી ફોન આવ્યો હતો અને 8 થી 10 જેટલા લાભાર્થીઓને કોલ કરીને તેમની જાળમાં ફસાવવાની ફિરાકમાં હતાં જ્યાં ફ્રોડ કરનાર ઇસમ ફોન કરી ને સણસોલી વિસ્તારના પાની મુવાડી ગામની આંગણવાડી કેન્દ્રનું નામ લાભાર્થી મહિલાનું નામ અને આંગણવાડી સંચાલકનું નામ જેવી ચોક્કસ વિગતો આપી હતી અને ઠગબાજોએ પોતાને પીએમ ઓફિસમાંથી બોલતા હોવાનું જણાવી લોકોને વિશ્વાસમાં લીધા હતા જ્યાં તેમણે આંગણવાડી યોજના હેઠળ વિવિધ લાભો મળતા હોવાનું કહી ખાસ કરીને ડિલિવરી માટે અરજી ફોર્મ સ્વીકારાયું હોવાથી ૧૨,૫૦૦ રૂપિયાની સહાય મળતી હોવાનું જણાવ્યું હતું.જેનાથી લાભાર્થીને વિશ્વાસ બેસે પણ આ સમયે એક પણ વ્યક્તિ આ સાયબર ફોડ નો ભોગ ન બન્યા હતા સમગ્ર ઘટના લઈને ગામમાં એકબીજા થકી વાત વાયુવેગે પ્રસરતા ભારે ચકચાર મચી જવા પામી હતી ઉલ્લેખનીય છે કે બધા લાભાર્થીઓમાં એક જ નંબર પરથી ફોન આવતા હતા આમ થોડા દિવસ પહેલા ઠકબાજોએ કાલોલ તાલુકાના શામળદેવી ગામે અંદાજીત ત્રેવીસ હજાર રૂપિયાનુ સાયબર ફોડ થયેલ છે.





