BANASKANTHAGUJARATPALANPUR

વાવ- થરાદ જિલ્લામાં કુદરતી આપત્તિ વ્યવસ્થાપન માટે તાલુકા કક્ષાએ લાયઝન અધિકારીશ્રીઓની નિમણૂક કરાઈ

6 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

વાવ- થરાદ જિલ્લામાં પુર, વાવાઝોડું, ભારે વરસાદ તેમજ અન્ય કુદરતી આપત્તિ સમયે અસરકારક રીતે સામનો કરી શકાય અને શક્ય તેટલું નુકશાન ઘટાડવાના આયોજનના ભાગરૂપે તેમજ તાલુકા કક્ષાએ વિવિધ કામગીરીનું સુયોગ્ય સંકલન થાય તે હેતુસર તાલુકા કક્ષાએ લાયઝન અધિકારીશ્રીઓની નિમણૂક કરવામાં આવી છે.
જે અનુસંધાને નીચે દર્શાવેલ અધિકારીશ્રીઓને તેમની સામે દર્શાવેલ તાલુકાઓમાં લાયઝન અધિકારી તરીકેની કામગીરી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી સુપ્રત કરવામાં આવે છે.
૧. પ્રાંત અધિકારીશ્રી, થરાદ – થરાદ તાલુકા તથા રાહ (થરાદ નગરપાલિકા વિસ્તાર સહિત)
૨. પ્રાંત અધિકારીશ્રી, દિયોદર – દિયોદર તથા લાખણી તાલુકા
૩. પ્રાંત અધિકારીશ્રી, સુઇગામ – ભાભર તથા સુઇગામ તાલુકા (ભાભર નગરપાલિકા વિસ્તાર સહિત)
૪. નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (પંચાયત), જી.પં. વાવ-થરાદ – વાવ તથા ધરણીધર તાલુકા.
લાયઝન અધિકારીશ્રીઓએ કુદરતી આપત્તિની પરિસ્થિતિમાં તેઓને સોંપેલ તાલુકામાં ગામોની મુલાકાત લઈ ભૌગોલિક પરિસ્થિતિનો કયાસ મેળવવો, નીચાણવાળા તથા અસરગ્રસ્ત થવાની સંભાવના ધરાવતા ગામો તેમજ સંભવિત સ્થળાંતર તથા ડેમ સાઇટ વિસ્તારમાં આવેલા ગામોની યાદી તૈયાર કરવી રહેશે.તેમજ મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિત તાલુકા મથકના તમામ કચેરી વડાઓ તથા અન્ય સંબંધિત અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહી જિલ્લા કચેરી દ્વારા આપવામાં આવતી સૂચનાઓનો અમલ કરાવવાનો રહેશે. તાલુકા મથકે તૈયાર કરાયેલ એક્શન પ્લાનની નકલ મેળવી તેની સમીક્ષા કરી જરૂરી સુધારા-વધારા કરવાના રહેશે. કુદરતી આપત્તિના સમયે જિલ્લા કચેરી સાથે સતત સંપર્કમાં રહી તાબાના અધિકારી-કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવાનું રહેશે. ઉપરાંત સંભવિત તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી આગોતરી તૈયારી સુનિશ્ચિત કરવા મહત્તમ પ્રયત્નો હાથ ધરવાના રહેશે.ઉપરોક્ત તમામ બાબતો અંગેની તૈયારી અંગેનો અહેવાલ અત્રે દિન-૧૦માં રજૂ કરવાનો રહેશે. તેમ જે.એસ.પ્રજાપતિ કલેક્ટરશ્રી વાવ-થરાદ દ્વારા અખબારી યાદીમાં જણાવ્યું છે.

Back to top button
error: Content is protected !!