Rajkot: રાજકોટમાં પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે ‘વિશ્વ ક્લબફૂટ દિવસ’ની ઉજવણી કરાઈ
તા.૩/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: દર વર્ષે તા. ૦૩ જૂનના રોજ ‘વિશ્વ ક્લબફૂટ દિવસ’ ઉજવાય છે. જે નિમિત્તે રાજકોટ શહેરમાં આવેલી પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક વિભાગ દ્વારા ‘વિશ્વ ક્લબફૂટ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ક્લબફૂટની સારવાર લઈ ચૂકેલા તથા હાલમાં સારવાર લઈ રહેલા બાળકો અને તેમના વાલીઓની ઉપસ્થિતિમાં ઉત્સાહભેર કેક કાપવામાં આવી હતી તેમજ બાળકોને ભેટ આપવામાં આવી હતી.
આ તકે ઉપસ્થિત અતિથિઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું. વાલીઓએ તેમના અનુભવો જણાવ્યાં હતાં. તબીબો ક્લબફૂટની સારવાર અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ મહેમાનોએ પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું.
આ પ્રસંગે હેડ ઓફ ડીપાર્ટમેન્ટ ડો. નિકુંજ મારુ, એ.પી. ડો. હિમાંશુ પરમાર, ડો. કૃણાલ, એ.એચ.એ. ડો. અંકિતા, ડો. ભાર્ગવ, ડો. ધીમંત, ડો. સુરેશ, ઇન્ચાર્જ સિસ્ટર વર્ષા, ક્યોર કો–ઓર્ડિનેટરશ્રી રોઝલીન સહીતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ક્યોર ઈન્ટરનેશનલ ઈન્ડિયા ટ્રસ્ટ (ક્યોર ઈન્ડિયા)ના સાપ્તાહિક ક્લિનિકના સહયોગથી સોમવાર, બુધવાર તથા શુક્રવારે પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક વિભાગમાં ક્લબફૂટ ધરાવતાં બાળકોની નિઃશુલ્ક સારવાર કરવામાં આવે છે.