તા.૧૭.૦૧.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ ખાતે LIC ઓફ ઇન્ડિયા- દાહોદ શાખા, ઉદિશા અને પ્લેસમેન્ટના સંયુક્ત ઉપક્રમે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો
દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજ, દાહોદ ખાતે કૉલેજના ઉદિશા અને પ્લેસમેન્ટ વિભાગ તથા એલ.આઇ.સી,દાહોદના સંયુક્ત ઉપક્રમે કારકિર્દી માર્ગદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કૉલેજના આચાર્ય ડૉ. બી.આર.બોદર ઉપસ્થિત રહી પ્રાસંગિક ઉદ્દબોધનમાં વિદ્યાર્થીઓને એલ.આઈ.સી.માં રોજગારીની તકો અંગે માર્ગદર્શન આપ્યું હતું.આ પ્રસંગે એલ.આઈ.સી.દાહોદ શાખાના ડેવલોપમેન્ટ ઓફિસર ઇન્દ્રજીતભાઈ પરમાર વિદ્યાર્થીઓને એલ.આઈ.સી.માં સફળ કારકિર્દી બનાવી શકે તે અંગેનું માર્ગદર્શન આપ્યું હતું.આ કાર્યક્રમમાં કૉલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. કાર્યક્રમમાં પ્લેસમેન્ટ ફેરના કો-ઓર્ડીનેટર પ્રા.જી.જી. સંગાડા વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા હતા. આ પ્રસંગે પ્રા.ડૉ.મુકેશપુરી સ્વામી ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.કાર્યક્રમનું સંચાલન પ્રા.ડૉ.જીતેન્દ્ર વણઝારા અને આભારદર્શન પ્રા.ડૉ.અનિલ ખાવડુએ કર્યું હતું