BHUJGUJARATKUTCH

કચ્‍છ જિલ્‍લામાં ૧૮મી માર્ચ-૨૦૨૬ સુધી હથિયારબંધી જાહેર કરાઈ

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા-૦૬ માર્ચ : કચ્છ જિલ્લામાં યોજાનારા ધાર્મિક તહેવારો/મેળાઓ તથા ઉત્સવોની ઉજવણી અંતર્ગત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ કોઇ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તેમજ સુલેહ શાંતિ જળવાઇ રહે તે માટે સાવચેતીના પગલાં રૂપે ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૭ (૧) અન્‍વયે કચ્છના અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ ડી.પી.ચૌહાણએ તા.૧૮/૦૩/૨૦૨૬ સુધી સમગ્ર કચ્છ જિલ્‍લામાં હથિયારબંધીના આદેશ જાહેર કર્યા છે.આ જાહેરનામા અન્‍વયે હથિયાર લઇ જવાની ફરજ હોય, પરવાનગી આપી હોય કે અધિકૃત કરી હોય તે સિવાયની કોઇ વ્‍યક્તિ જાહેરનામાનો કોઇપણ ખંડનો ભંગ કરનાર અથવા ઉલ્‍લંઘન કરનારને ઓછામાં ઓછી ૪ માસની અને વધુમાં વધુ ૧ વર્ષની કેદની સજા થશે. આ ઉપરાંત ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૩૫ (૧) મુજબ દંડની સજા થશે.

અંજના ભટ્ટી ૦૦૦૦

Back to top button
error: Content is protected !!