GUJARATKUTCHMANDAVI

કચ્‍છ જિલ્‍લામાં ૨૪ જાન્યુઆરી,૨૦૨૫ સુધી હથિયારબંધી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી -બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

ભુજ, તા -૦૯ જાન્યુઆરી : કચ્છ જિલ્લામાં યોજાનાર ધાર્મિક તહેવારો/મેળાઓ તથા ઉત્સવોની ઉજવણી અંતર્ગત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ કોઇ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તેમજ સુલેહ શાંતિ જળવાઇ રહે તે માટે સાવચેતીના પગલાંરૂપે ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૭ (૧) અન્‍વયે અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રેટશ્રી મિતેશ પંડ્યાએ તા.૨૪/૦૧/૨૦૨૫ સુધી સમગ્ર કચ્છ જિલ્‍લામાં હથિયારબંધીના આદેશ જાહેર કર્યા છે.આ જાહેરનામા અન્‍વયે હથિયાર લઇ જવાની ફરજ હોય, પરવાનગી આપી હોય કે અધિકૃત કરી હોય તે સિવાયની કોઇ વ્‍યક્તિ જાહેરનામાનો કોઇપણ ખંડનો ભંગ કરનાર અથવા ઉલ્‍લંઘન કરનારને ઓછામાં ઓછી ૪ માસની અને વધુમાં વધુ ૧ વર્ષની સજા થશે. આ ઉપરાંત ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૩૫ (૧) મુજબ દંડની સજા થશે.

 

Back to top button
error: Content is protected !!