GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાની કરાના મુવાડા પ્રાથમિક શાળામાં માતૃ પિતૃ પૂજન દિવસની ઉજવણી

 

તારીખ ૧૪/૦૨/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

૧૪ ફેબ્રુઆરી ૨૦૨૫ એ ખરા અર્થમાં ભારત ની રૂષિ પરંપરા મુજબ માતૃ પિતૃ પુજન દિવસ ગણવામાં આવે છે.ત્યારે ખરેખર નિસ્વાર્થ પ્રેમ ની મૂર્તિ એવા માં બાપ જ આ જમાનામાં ખરો પ્રેમ કરી શકે છે.એવું જ એક શ્રેષ્ઠ ઉદાહરણ આજે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાની કરાના મુવાડા પ્રાથમિક શાળામાં જોવા મળ્યું હતું.જ્યાં શાળા નાં આચાર્ય રમેશ પટેલ અને શિક્ષકો નયના બેન અને કૈલાસ બેન પટેલ દ્વારા બાળકોને માતૃ પિતૃ પુજન નું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. કરાના મુવાડા પ્રાથમિક શાળામાં માતૃ પિતૃ પુજન દિવસ ઉજવણી કરવામાં આવી હતી. ૧૪ ફેબ્રુઆરી એટલે માતૃ પિતૃ પૂજન દિવસે આજે પાવન દિવસે બાળકોમાં મૂલ્યોનું સિંચન થાય અને મૂલ્યલક્ષી શિક્ષણ મળે તે હેતુથી શાળામાં બાળકોના માતા-પિતા ને બોલાવી તેમનું કુમકુમ તિલક, ચોખા અને ફુલહારથી પૂજન કરવામાં આવ્યું ત્યારબાદ માતાપિતા ના ચરણો માં જ ૬૮ તિર્થ છે તેવું બાળકો ને સમજાવવામાં આવ્યું હતું.આજના તબક્કે એસ.એમ.સી ના અધ્યક્ષ અને તમામ સભ્યો અને ગામલોકોએ હાજર રહીને જરૂરી માર્ગદર્શન અને માતૃ-પિતૃ પૂજન વિશે સમજાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!