વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા,તા-18 એપ્રિલ : ભારતમાં સૌથી મોટી સંકલિત પરિવહન યુટિલિટીઅદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) ખાતે 81મા ફાયર સેફ્ટી વીકની ઉજવણી કરવામાં આવી રહી છે. 14 થી 20 એપ્રિલ સુધી રાષ્ટ્રીય અગ્નિશમન સેવા સપ્તાહ SEZ ઉદ્યોગો તેમજ આસપાસની શાળાઓમાંવિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
અદાણી પોર્ટ્સના અગ્નિશમનવિભાગ દ્વારા નેશનલ ફાયર સેફ્ટી વીકની ઉજવણીના ભાગરૂપે આયોજીત તાલીમમાં અદાણી પબ્લિક સ્કૂલઅને ઝરપરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે ફાયર સેફ્ટી અંગે મોકડ્રીલકરવામાં હતી.જેમાં આગ લાગે ત્યારે શું કરવું અને શું ન કરવું, આગના અલગ અલગ પ્રકારો, આગ લાગવાનાકારણો એને તેને નિયંત્રણ કરવાનાઉપાયો, તેમજ અગમચેતીના પગલાઓ વિશે પણ નિષ્ણાતોદ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ વર્ષેફાયર સેફ્ટી વીકની થીમ “UNITE TO IGNITE, FIRE SAFE INDIA(ચાલો સૌ અગ્નિથી સુરક્ષિત ભારત દિપાવીએ”)” રાખવામાં આવી. ભારતમાં દર વર્ષે14 એપ્રિલના દિવસે રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિન ( National Fire Service Day) મનાવવામાં આવે છે. જેમાં સ્વબચાવ અંગે મહત્વપૂર્ણ માહિતી મળી રહે તેવા કાર્યક્રમો થકી લોકોને અગ્નિશમન વિશે માહિતગાર કરવામાં આવે છે.
સપ્તાહિક કાર્યક્રમોમાં સમુદ્ર ટાઉનશીપ ખાતે ફાયર સેફ્ટી બેનરોનું પ્રદર્શન,કર્મચારીઓ અને સહયોગી સ્ટાફ માટે ટેબલ ટોપ કસરત,ઓનલાઇન ક્વિઝ,આગ નિવારણ અને કટોકટીમાંબચાવ અંગે તાલીમ, કામદારોને અગ્નિશામક તાલીમ, MLTPL/CCPL ખાતે અગ્નિશામક કવાયત, ઇવેક્યુએશન અને ફાયર ફાઇટીંગ ડ્રિલ, ઉત્પાદક અને સપ્લાયર્સ દ્વારા અગ્નિ નિવારક જીવનરક્ષા ઉત્પાદનોનું પ્રદર્શન, ઇવેક્યુએશન અને ફાયર ફાઇટીંગ ડ્રીલ, અલ્ટીમેટ ફાયર ફાઈટર ચેલેન્જ વગેરે સામેલછે.
APSEZઉપક્રમોસહિતઆસપાસના રહેણાક વિસ્તારોમાં આગ નિવારણને પ્રોત્સાહન આપવા અને સલામત સંસ્કૃતિનું નિર્માણ કરવાનીનેમ ધરાવે છે.ફાયર સેફ્ટી વિશે માહિતી મેળવવાનીરસપ્રદ રીત અપનાવતા તેમાં રમતગમતઅને રુચિકર પ્રવૃત્તિઓથી ફાયર સેફ્ટી અંગે જ્ઞાનવર્ધન થાય છે.આગની પ્રત્યેક ઘટનાથીપ્રત્યક્ષ અને પરોક્ષ નુકશાન થતું હોય છે. આ પ્રકારના જનજાગૃતિ કાર્યક્રમોથીઆગનિવારણની સાથે જાનમાલની હાનિ ચોક્કસપણે અટકાવી શકાય છે.અસરકારક અગ્નિ સલામતી વ્યવસ્થાપન પ્રણાલીના અમલીકરણથી આગથી થતી ઈજાઅને મિલકતના નુકસાનમાં ઘટાડો થાય છે.