શાળા રત્ન એવોર્ડ એનાયત કરી શાળાના મુખ્ય શિક્ષક ની જન્મદિવસ ની ઉજવણી.
તારીખ ૨૯/૦૩/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લા ની ગોધરા તાલુકાની ટીંબાગામ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા મુખ્ય શિક્ષક સતિષભાઈ પ્રજાપતિ ના જન્મદિવસ ની અનોખી ઉજવણી કરવામાં આવી.સૌ પ્રથમ શાળા પરીવાર દ્રારા કેક કાપી જન્મદિવસ ઉજવણી કરવામાં આવી.ત્યાર બાદ એક નવતર પ્રયોગ રૂપે જન્મદિવસ નિમિત્તે શાળામાં અભ્યાસ કરતાં બાલવાટીકા થી ધોરણ -8 માં જે બાળકોએ વર્ષ દરમિયાન તમામ પ્રવૃત્તિમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું તેવા બાળકોનું ટ્રોફી એનાયત કરી સન્માન કરવામાં આવ્યું. સતિષભાઈ તરફથી શાળાને જન્મદિવસ નિમિત્તે એક છોડ તેમજ ચકાલીના માળા ભેટ આપવામાં આવ્યા.અંતે શાળાના તમામ બાળકોને સેવ ઉસળ ખવડાવવામાં આવ્યું. ગામમાંથી શાળા વ્યવસ્થાપણ સમિતિ ના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયત સભ્ય ગૌરાંગભાઈ પટેલ તેમજ દાનવીર ભીખાભાઈ સુથાર કાર્યક્રમ માં હાજર રહી કાર્યક્રમ ની શોભા વધારી હતી. આમ શાળાના આચાર્ય ના જન્મદિવસ ની એક અનોખી ઉજવણી કરવામાં આવી. શાળાના તમામ શિક્ષક મિત્રોએ પણ શુભકામનાઓ પાઠવી હતી.