
મેંદરડામાં આંગણવાડી કેન્દ્ર નંબર- ૪ ખાતે વૃક્ષારોપણ અને પર્યાવરણની જતનના સંકલ્પ સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતીપ્રોગ્રામ ઓફિસરશ્રીના માર્ગદર્શન હેઠળ મેંદરડા ઘટકના ડેડકીયાળી સેજાના મેંદરડા આંગણવાડી કેન્દ્ર નંબર ૪ ખાતે જિલ્લા પંચાયત જૂનાગઢની આઈ.સી.ડી.એસ.શાખા દ્વારા “એક રાષ્ટ્ર, એક મિશન : પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” ના નારા સાથે આંગણવાડી કેન્દ્રના બાળકો, વાલીઓ અને કર્મચારીગણે વૃક્ષારોપણ હતું. ઉપરાંત પર્યાવરણના રક્ષણ માટે રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.તેમજ પ્લાસ્ટિકના કચરા અને અન્ય કચરાના જવાબદારી પૂર્વકના નિકાલ અને ઘટાડાને પ્રોત્સાહન આપવા માટે આંગણવાડી કાર્યકરો, હેલ્પર, બાળકો અને સમુદાયના સભ્યોની સહભાગીદારીથી સફાઈ અભિયાનને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. આ અભિયાનની મુખ્ય પહેલ- મિશન લાઇફ : પર્યાવરણ માટે જીવનશૈલી સાથે સંલગ્ન પર્યાવરણીય સંરક્ષણ અને ટકાઉપણા પ્રત્યેની ભારતની અતૂટ પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આ મુજબની થીમ પર ભાર મુકી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી, તેમ એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા  – કેશોદ
				




