GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર મનપાનાં પ્રથમ વર્ષગાંઠની ઉજવણી અનોખી રીતે આરોગ્ય વિભાગ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન

તા.02/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાનું મહાનગર પાલિકામાં રૂપાંતર થયાને એક વર્ષ પૂર્ણ થતાં પ્રથમ વર્ષગાંઠની ઉજવણી અનોખી અને સામાજિક હિતની રીતે કરવામાં આવી હતી સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મહાનગર પાલિકાના અધિકારીઓ તથા કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને લગભગ ૩૦ બોટલ રક્તદાન કર્યું હતું આ રક્તદાન કેમ્પ દ્વારા મહાનગરપાલિકા તરફથી સમાજ પ્રત્યેની જવાબદારી અને માનવતાની સેવાનો સંદેશ આપવામાં આવ્યો છે રક્તદાન જેવી પુણ્યની પ્રવૃત્તિ દ્વારા વર્ષગાંઠની ઉજવણી કરીને મહાનગરપાલિકાએ અન્ય સંસ્થાઓ માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Back to top button
error: Content is protected !!