સુરેન્દ્રનગરમાં સી.યુ.શાહ હાઈસ્કુલ ખાતે જિલ્લા સ્તરીય ગીતા મહોત્સવની ઉજવણી
ગીતા પૂજન, ભગવત ગીતાના અધ્યાયનું સમૂહ પઠન, સંસ્કૃત ભાષા તેમજ સંસ્કૃતિને લગતી પ્રદર્શનીનું આયોજન

તા.01/12/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ગીતા પૂજન, ભગવત ગીતાના અધ્યાયનું સમૂહ પઠન, સંસ્કૃત ભાષા તેમજ સંસ્કૃતિને લગતી પ્રદર્શનીનું આયોજન
ગુજરાત સરકાર અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના સંકલ્પ હેઠળ ભારતીય જ્ઞાન-પરંપરાના સંવર્ધન અને શ્રીમદ્ ભગવદ્ ગીતાના મહિમાના પ્રસાર માટે સમગ્ર રાજ્યમાં ગીતા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જે અન્વયે ગીતા જયંતીના પાવન પર્વ નિમિત્તે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, સુરેન્દ્રનગર દ્વારા જિલ્લા સ્તરીય ગીતા મહોત્સવનું ભવ્ય આયોજન સી.યુ. શાહ હાઇસ્કૂલ, ઉપાસના સર્કલ ખાતે કરવામાં આવ્યું હતું કાર્યક્રમનો પ્રારંભ પારંપરિક રીતે દીપ પ્રાગટ્ય અને મંગલમય શંખ ધ્વનિથી કરવામાં આવ્યો હતો આ જિલ્લા સ્તરીય આયોજનનો મુખ્ય ઉદ્દેશ શ્રીમદ્ ભગવદ્ ગીતાના અમર સંદેશને ઘર-ઘર સુધી પહોંચાડવાનો, યુવા પેઢીને ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાન-પરંપરાના મૂળ સાથે જોડવાનો તેમજ સમગ્ર સમાજમાં ધર્મ, કર્મ અને આધ્યાત્મિકતાનો સંચાર કરવાનો હતો કાર્યક્રમમાં ઉપસ્થિત ઇસ્કોન સંસ્થાના વડા મુરલી મનોહરજીએ ભગવદ ગીતા અને જ્ઞાન મોક્ષદા એકાદશી વિશે વિસ્તૃત સમજ આપી હતી તેમણે જણાવ્યું હતું કે ગીતામાં ભગવાન અર્જુનને તેમની ફરજો અને જવાબદારીઓ કેવી રીતે નિભાવવી તે સમજાવે છે જેમ કે વિદ્યાર્થીઓની પ્રથમ ફરજ માત્ર ભણવા પર ધ્યાન આપવું છે તેમણે યુવાનોને બાળપણમાં જ ગીતાને સમજવાનો પ્રયાસ કરવા અને હિંદુ સંસ્કૃતિરૂપી મજબૂત પાયાને દ્રઢ કરવા અનુરોધ કર્યો હતો સંસ્કૃત ભારતીના સંસ્કૃત પ્રસારક શ્રી પ્રકાશભાઈ રાવલે સંસ્કૃતના પ્રચાર-પ્રસારના કાર્યો વિશે જાણકારી આપી હતી તેમણે સ્પષ્ટતા કરી હતી કે સંસ્કૃત માત્ર પંડિતો કે બ્રાહ્મણોની ભાષા છે તેવી માન્યતા ભૂલ ભરેલી છે કારણ કે વ્યવહારની સરળ ભાષાને કોઈ પણ વ્યક્તિ સરળતાથી શીખી શકે છે તેમણે ઉમેર્યું હતું કે એક સંશોધન મુજબ સંસ્કૃતના શુદ્ધ ઉચ્ચારોથી મગજની બુદ્ધિ પ્રતિભામાં ખૂબ જ વધારો થાય છે જિલ્લા શિક્ષણાધિકારી અરવિંદ કુમાર ઓઝાએ શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને ભગવદ ગીતા વિશે ભૂલકાઓને સચોટ દ્રષ્ટાંત આપી સમજ આપી હતી તેમણે પોતાના સંબોધનમાં ગીતા જયંતીની ઉજવણીની મહત્તા વિશે વિગતવાર માહિતી આપીને જણાવ્યું હતું કે ગીતાજીનો સંદેશ માત્ર ધાર્મિક નહીં પરંતુ જીવનના દરેક પાસામાં માર્ગદર્શક બની રહે છે આ કાર્યક્રમમાં મંચ પર ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ભગવદ ગીતાનું પૂજન કરીને આ પવિત્ર ગ્રંથ પ્રત્યેની આસ્થા અને સન્માન વ્યક્ત કરવામાં આવ્યું હતું આ આધ્યાત્મિક પ્રસંગે ઉપસ્થિત સર્વેએ ભગવદ્દ ગીતાના ૧૨માં અધ્યાયનું સમૂહ પઠન કર્યું હતું જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય અને આધ્યાત્મિક ઊર્જાવાન થયું હતું ગીતાંશ કંઠપાઠ તેમજ શત સુભાષિત કંઠપાઠ બદલ સહભાગીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તદુપરાંત સંસ્કૃત ભાષા તેમજ સંસ્કૃતિને લગતી પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું વિદ્યાર્થીઓએ રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું આ કાર્યક્રમમાં ડાયટ પ્રાચાર્ય શ્રી મનીષ ટૂંડિયા, ઈસ્કોન સંસ્થાનાં વડા, સંસ્કૃત ભારતીના પ્રચારકો, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના અધિકારીઓ, શાળાના સંચાલકઓ, શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.




