GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ના પીંગળી ગામે ગાંધી જયંતિ નિમિત્તે ઉજવણી કરાઈ
તારીખ ૦૩/૧૦/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના પીંગળી ગામે માનવ સેવા વિકાસ મંડળ વેજલપુર દ્વારા ગાંધી જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મંડળ ના સંયોજક કવિ, લેખક,પત્રકાર વિજય વણકર”પ્રીત” જેઓ ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ ના ભૂતપુર્વ છાત્ર હોય જેઓ ગાંધી અનુયાઈ તરીકે જાણીતા છે તેઓ રેટીયો પણ કાતી શકે છે અને આજે પણ તેઓ રેટિયો વસાવી ને તેઓ માળ, પુણી, રેટીયો, તેનાં ચક્ર, આંટી વિગેરે વિશે વિવિધ શાળાઓ માં વિસ્તૃત જાણકારી આપી શકે છે અને એમને બોલાવે છે બાપુ ને પુષ્પ અર્પણ કરી યાદ કર્યા હતા અને સૂતર ની આંટી પહેરાવી હતી.