GUJARATPANCHMAHALSHEHERA

ગોધરા તાલુકાની મોદીના મુવાડા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી

 

પંચમહાલ ગોધરા :

નિલેશભાઈ દરજી શહેરા

 

ગોધરા તાલુકાની મોદીના મુવાડા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અધીક્ષક મહેમાન તરીકે સરકારી આયુર્વેદિક હોસ્પિટલના ડૉ. જયદીપ કુમાર હાજર રહ્યા હતા.

 

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી જેમાં મહેમાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્યશ્રીએ સ્વાગત પ્રવચન આપી કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી.

 

શાળામાં તેમજ આંગણવાડીમાં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને મહેમાનોના હસ્તે શૈક્ષણિક કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. શિક્ષક શ્રી ધર્મેશકુમાર જોશીની ભૂતપૂર્વ વિદ્યાર્થી રિનલ બારી અને નિકી ટંડેલ દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કીટનું ઉદાર દાન કરવામાં આવ્યું હતું.

 

આ કાર્યક્રમમાં ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને શિક્ષકમંડળે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

 

 

Back to top button
error: Content is protected !!