કાલોલ ખાતે ઓપરેશન સિંદુરની સફળતા અંતર્ગત ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ની ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ
તારીખ ૨૦/૦૫/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગર ખાતે ઓપરેશન સિંદુરની સફળતા અંતર્ગત તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા માઁ ભારતીને તથા આપણા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા કાલોલ મતવિસ્તારના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ સહિત કાલોલ તાલુકા અને નગરજનોની ઉપસ્થિતિમાં તિરંગાયાત્રા નું ભવ્ય આયોજન થયું હતું જેમાં કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ અને કાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ સવીતાબેન રાઠવા,કાલોલ નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણા, કાલોલ તાલુકા ભાજપ પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ,શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઇ પારેખ,જીલ્લા પંચાયત તાલુકા પંચાયત, નગરપાલિકા સભ્યો સાથે કાલોલ નગરપાલિકા અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખો સહિત જિલ્લા સંગઠન ના હોદ્દેદારો સહિત ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ સહિત ભાજપ ના કાર્યકરો અને શહેરીજનોએ જોડાયા હતા અત્રે ઉલ્લેખનીય છેકે ત્રાસવાદીઓના ખાત્મા માટે ભારતીય સેનાએ હાથ ધરેલા ઓપરેશન સિંદૂરના સમર્થન અને ભારતીય જવાનોને બિરદાવવા માટે યોજાયેલી ત્રિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં તાલુકા સહિત નગરજનો ઉપસ્થિત રહીને આજની આ તિરંગા યાત્રા દેશની એકતા,અખંડિતતા જાળવવાની સાથે સૈનિકોનું મનોબળ વધારનારી યાત્રા એ કાલોલ નગરમાં દેશભક્તિનો માહોલ સર્જી દીધો હતો.