TANKARA:ટંકારાના મીતાણા ગામ નજીક ખોડીયાર માતાજીના આશ્રમના મહંતને બંઘક બનાવી અજાણ્યા ચાર શખ્સો લુંટ કરી નાસી ગયા
TANKARA:ટંકારાના મીતાણા ગામ નજીક ખોડીયાર માતાજીના આશ્રમના મહંતને બંઘક બનાવી અજાણ્યા ચાર શખ્સો લુંટ કરી નાસી ગયા
ટંકારાના મીતાણા ગામ નજીક ખોડીયાર માતાજીના આશ્રમ તથા મંદિરમાં ૧૪ દિવસ પહેલા સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા સહિતનાની અજાણ્યા શખ્સો દ્વારા લુંટ કરવામાં આવી હોય જે મામલે ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
ટંકારાના મીતાણા ગામે ખોડીયાર મંદિર આશ્રમના મહંત રામચારણદાસ માતાજી નારણદાસજી (ઉ.૫૯) એ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૩૦ -૦૭-૨૦૨૫ ના રોજ રાત્રીના આશરે દોઢ બે વાગ્યાના અરસામાં અજાણ્યા ચાર લુટારુઓ આશ્રમના તાળા તોડી ગેરકાયદેસર ચોરી છુપેથી રાત્રીના ગૃહ અપપ્રવેશ કરી અને મહંત રામચરણદાસ માતાજીને છરી બતાવી ડરાવી ધમકાવી મારી નાખવાની ધમકી આપી લાફા મારી ધક્કો મારી પાડી દઈ મહંતના કાનમાં પહેરેલ આશરે પોણા તોલાની સોનાની કડી(મુંદરી) કીમત રૂ.૩૫૦૦૦ ની કાઢી લઇ તથા હાથમાં પહેરેલ ગેંડાનું કડું જેની ઉપર ચાંદીનું પળ ચડાવેલ કડું આશરે કીમત રૂ.૨૦૦૦, મોબાઈલ પછાડી તોડી નાખી તેમજ માળિયામાં રાખેલ ખેતીના ખર્ચાના પ્લાસ્ટિકની કોથળીમાં રાખેલા રોકડા રૂપિયા તથા પાકીટમાં રાખેલ રૂપિયા મળી આશરે રૂ.૩૫૦૦૦ , મંદિરની દાન પેટી તોડી દાનની રકમના રૂપિયા ૫૦૦૦ તથા બે જુદી જુદી કંપનીના મોબાઈલ ફોન કીમત રૂ.૧૦,૦૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૮૭,૦૦૦ ની લુંટ કરી નાશી ગયા હોવાની ફરિયાદ નોંધાવી છે
તો ફરિયાદી મહંત રામચરણદાસ માતાજીને એકઠ અઠવાડિયા પછી જાણવા મળેલ કે મોલડીના અંબાજી આશ્રમના મહંત સાથે પણ આવી ધટના બનતા તેઓએ તેમની સાથે વાત કરેલ અને તેઓએ ફરિયાદ કરેલ હોય જેથી આ ફરિયાદ કરવાનું નક્કી કરેલ હોય તેમ ફરિયાદ મોડી કરવાનું કારણ પોલીસમાં જણાવ્યું હતું