કલેકટરશ્રી મિહિર પટેલની આગેવાની હેઠળ બનાસકાંઠામાં વરસાદ બાદ રાહત કાર્યમાં વહીવટી તંત્ર અગ્રેસર
10 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
વરસાદને પગલે ૧૪ રસ્તાઓ બંધ થયા હતા: માત્ર ૨૪ કલાકના ટૂંકા ગાળામાં ૭ રસ્તાઓ ઉપર વાહન વ્યવહાર પુનઃ મોટરેબલ કરાયો.માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ, પંચાયત અને નેશનલ હાઈવે મળીને કુલ ૨૪ ટીમોની રાઉન્ડ ધ કલોક કામગીરી થરાદ હેડક્વાર્ટર ખાતે ઉચ્ચ અધિકારીઓની સતત હાજરીથી રાહત કામગીરીમાં ઝડપ. બનાસકાંઠા જિલ્લાના સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં વરસાદને પગલે અસરગ્રસ્ત થયેલ વિસ્તારમાં જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની આગેવાની હેઠળ વહીવટી તંત્ર દ્વારા રાઉન્ડ ધ કલોક કામગીરી કરવામાં આવી રહી છે.
માર્ગ અને મકાન સ્ટેટ વિભાગ, પંચાયત અને નેશનલ હાઈવે મળીને અલગ અલગ કુલ ૨૪ ટીમો બનાવીને અસરગ્રસ્ત રોડનો સર્વે કરી પરિસ્થિતીની ચકાસણી કરી યુધ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. ભારે વરસાદને પગલે ૧૪ જેટલા રસ્તાઓ બંધ થયા હતા તે પૈકી માત્ર ૨૪ કલાકના ટુંકાગાળાના સમયમાં જ ૭ રસ્તાઓ ઉપર વાહન વ્યવહાર પુનઃ મોટરેબલ કરવામાં આવ્યો છે.
માર્ગ અને મકાન વિભાગના ખાસ સચિવશ્રી તથા મુખ્ય ઇજનેર અને અધિક સચિવશ્રી (ઉ.ગુ) દ્વારા પુરથી અસરગ્રસ્ત વિસ્તાર વાવ, થરાદ, સુઇગામ અને ભાભરની મુલાકાત લીધી હતી. અધિક્ષક ઈજનેરશ્રી મા.મ. વિભાગ રાજય તથા અધિક્ષક ઈજનેરશ્રી મા.મ. વિભાગ પંચાયતને જ્યાં સુધી રસ્તાઓ રાબેતા મુજબ ટ્રાફીકેબલ ન થાય ત્યાં સુધી હેડ કવાર્ટર થરાદ ખાતે રાખવાનું નક્કી કરાયું છે. સચિવશ્રીએ નુકશાન પામેલ રસ્તાઓનું તાત્કાલીક મરામતની કામગીરી થાય તે માટે યોગ્ય માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. આ સાથે પાણી ભરાયેલા વિસ્તારમા રસ્તાઓનો ડ્રોન મારફતે સર્વે કરી પરિસ્થિતીનો તાગ મેળવી રસ્તાઓને પુનઃ સ્થાપિત કરવા ટીમો કાર્યરત કરી કામગીરી કરવામાં આવી રહી છે. વરસાદને પગલે ૧૪ રસ્તાઓ બંધ થયા હતા: માત્ર ૨૪ કલાકના ટૂંકા ગાળામાં ૭ રસ્તાઓ ઉપર વાહન વ્યવહાર પુનઃ મોટરેબલ કરાયો માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ, પંચાયત અને નેશનલ હાઈવે મળીને કુલ ૨૪ ટીમોની રાઉન્ડ ધ કલોક કામગીરી.થરાદ હેડક્વાર્ટર ખાતે ઉચ્ચ અધિકારીઓની સતત હાજરીથી રાહત કામગીરીમાં ઝડપ.બનાસકાંઠા જિલ્લાના સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં વરસાદને પગલે અસરગ્રસ્ત થયેલ વિસ્તારમાં જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની આગેવાની હેઠળ વહીવટી તંત્ર દ્વારા રાઉન્ડ ધ કલોક કામગીરી કરવામાં આવી રહી છે.
માર્ગ અને મકાન સ્ટેટ વિભાગ, પંચાયત અને નેશનલ હાઈવે મળીને અલગ અલગ કુલ ૨૪ ટીમો બનાવીને અસરગ્રસ્ત રોડનો સર્વે કરી પરિસ્થિતીની ચકાસણી કરી યુધ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. ભારે વરસાદને પગલે ૧૪ જેટલા રસ્તાઓ બંધ થયા હતા તે પૈકી માત્ર ૨૪ કલાકના ટુંકાગાળાના સમયમાં જ ૭ રસ્તાઓ ઉપર વાહન વ્યવહાર પુનઃ મોટરેબલ કરવામાં આવ્યો છે.
માર્ગ અને મકાન વિભાગના ખાસ સચિવશ્રી તથા મુખ્ય ઇજનેર અને અધિક સચિવશ્રી (ઉ.ગુ) દ્વારા પુરથી અસરગ્રસ્ત વિસ્તાર વાવ, થરાદ, સુઇગામ અને ભાભરની મુલાકાત લીધી હતી. અધિક્ષક ઈજનેરશ્રી મા.મ. વિભાગ રાજય તથા અધિક્ષક ઈજનેરશ્રી મા.મ. વિભાગ પંચાયતને જ્યાં સુધી રસ્તાઓ રાબેતા મુજબ ટ્રાફીકેબલ ન થાય ત્યાં સુધી હેડ કવાર્ટર થરાદ ખાતે રાખવાનું નક્કી કરાયું છે. સચિવશ્રીએ નુકશાન પામેલ રસ્તાઓનું તાત્કાલીક મરામતની કામગીરી થાય તે માટે યોગ્ય માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
આ સાથે પાણી ભરાયેલા વિસ્તારમા રસ્તાઓનો ડ્રોન મારફતે સર્વે કરી પરિસ્થિતીનો તાગ મેળવી રસ્તાઓને પુનઃ સ્થાપિત કરવા ટીમો કાર્યરત કરી કામગીરી કરવામાં આવી રહી છે.