
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા તા. 17 : મુન્દ્રા તાલુકાના વિરાણીયા ગામની પ્રાથમિક શાળામાં 79મો સ્વતંત્રતા દિવસ હર્ષોઉલ્લાસપૂર્વક ઉજવાયો હતો. ગામના સરપંચશ્રી શક્તિસિંહ મહોબતસિંહ જાડેજાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.આ અવસરે વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો ગાયા, ભાષણો આપ્યાં તથા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા. કાર્યક્રમમાં શિક્ષકો, ગામલોકો અને વિદ્યાર્થી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.





