GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગરમાં જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના ૧૧માં આંતરાષ્ટ્રીય યોગ દિનની હર્ષોલ્લાસભેર ઉજવણી

યોગ એ ઋષિમુનિઓએ આપેલી અણમોલ ભેટ, યોગથી તન અને મન સ્‍વસ્‍થ રહે છે - સંસદ સભ્ય ચંદુભાઈ શિહોરા

તા.21/06/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

યોગ એ ઋષિમુનિઓએ આપેલી અણમોલ ભેટ, યોગથી તન અને મન સ્‍વસ્‍થ રહે છે – સંસદ સભ્ય ચંદુભાઈ શિહોરા

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૧૧ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે હર્ષોલ્લાસભેર કરવામાં આવી હતી આ તકે સંસદ સભ્ય ચંદુભાઈ શિહોરાએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે યોગ એ ઋષિમુનિઓએ આપેલી અણમોલ ભેટ છે યોગથી તન અને મન સ્‍વસ્‍થ રહે છે પ્રાચીન સાહિત્ય એવા વેદ, ઉપનિષદ સહિતના અનેક ગ્રંથોમાં યોગનું નિરૂપણ જોવા મળે છે યોગથી ભારતે દુનિયામાં ખ્યાતિ મેળવી છે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ યોગને ભારતની સંસ્કૃતિ અને શક્તિ તરીકે વિશ્વભરમાં ઉજાગર કરી છે યુનાઇટેડ નેશન્સમાં તેમણે તા. ૨૧ જૂનના રોજ સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી થાય તે માટે પ્રસ્તાવ રજૂ કરતા વિશ્વના દેશોએ વડાપ્રધાનના આ પ્રસ્તાવને સહર્ષ સમર્થન આપતા આજે સમગ્ર વિશ્વ ૧૧મો યોગ દિવસ ઉજવી રહ્યું છે વધુમાં સાંસદએ જણાવ્યું હતું કે આજના ઝડપી યુગમાં લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે પૂરતુ ધ્યાન આપવાનું ભૂલી ગયા છે જેથી શારીરિક અને માનસિક તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે યોગના નિયમિત અભ્યાસની ખૂબ જરૂર છે વધુ ને વધુ લોકો યોગ તરફ વળે તે માટે સાંસદએ અનુરોધ કરી યોગ દિવસની ઉજવણીના સુંદર અને સફળ આયોજન બદલ જિલ્‍લા વહીવટી તંત્રને અભિનંદન પણ પાઠવ્યા હતાં રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આંધ્રપ્રદેશના વિશાખા પટ્ટનમથી અને રાજ્ય કક્ષાની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વડનગરથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પ્રજાજનોને શુભેચ્છા પાઠવી પ્રસંગોચિત સંબોધન કર્યુ હતું જે કાર્યક્રમોનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌએ રસપૂર્વક નિહાળ્યું હતું યોગ કો-ઓર્ડિનેટરએ મંચ સંચાલન કરી કોમન યોગ પ્રોટોકોલમાં પ્રાર્થના, યોગ આસન, પ્રાણાયામ, ધ્યાન અને સંકલ્પ લેવડાવી યોગનો મહિમા વર્ણવ્યો હતો આ પ્રસંગે જિલ્લા કલેકટર રાજેન્દ્ર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિક, નાયબ પોલીસ મહાનિર્દેશક ગિરીશ પંડ્યા, નિવાસી અધિક કલેકટર રાજેન્દ્ર ઓઝા, પ્રાંત અધિકારી નિકુંજ ધુલા, જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહિલ, જિલ્લા રમત વિકાસ અધિકારી પાર્થ ચૌહાણ સહિત જિલ્લાની વિવિધ સંસ્થાઓ તેમજ શાળા કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં યોગ દિનની ઉજવણીમાં સહભાગી બન્યા હતા.

Back to top button
error: Content is protected !!