
તા.૨૪.૧૨.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલૂકાના કતવારા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી વોન્ટેડ આરોપીને પેરોલ ફર્લો સ્કોર્ડ દાહોદએ ઝડપી જેલ હવાલે કર્યા
પોલીસ સબ ઇન્સ્પેકટર પેરોલ ફર્લો સ્કોર્ડ તથા પેરોલ ફર્લો સ્કોર્ડ ટીમના પોલીસ માણસો દાહોદ જીલ્લામાં નાસતા ફરતા,વોન્ટેડ આરોપીઓની માહિતી એકત્રિત કરવા માટે વર્ક આઉટ કામગીરી કરી નાસતા ફરતા /વોન્ટેડ આરોપીઓ ઝડપી પાડવા સારૂ ડ્રાઇવમાં કાર્યરત હતા તે દરમ્યાન સી.આર.દેસાઇ પોલીસ સબ.ઇન્સ્પેક્ટર પેરોલ ફર્લો સ્કોર્ડ તથા પેરોલ ફર્લો ટીમ કાર્યરત હતી.તે દરમ્યાન સી.આર.દેસાઇ પોલીસ સબ ઇન્સ.પેરોલ ફર્લો સ્કોર્ડનાઓને બાતમી હકીકત મળી કે કતવારા પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી પપ્પુ ભાઈ નિનામા દાહોદના પડાવ વિસ્તારમાં જોવા મળ્યો છે.જે બાતમીના આધારે પ્રોહિબિશનના ગુન્હાનો વોન્ટેડ આરોપી દાહોદ ટાઉન પો.સ્ટે.ના પડાવ વિસ્તારમાં આવેલ હોવાની ગુપ્ત માહિતી આધારે તેની વ્યુહાત્મક અને આયોજનબધ્ધ રીતે વોય ગોઠવી વોન્ટેડ આરોપી પપ્પુ ભાઈ જયંતીભાઈ નીનામા રહેવાસી માતવા તાલુકો ગરબાડા જિલ્લા દાહોદને ઝડપી પાડી હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ કરવામાં આવી છે.





