GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કક્ષાના રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી

ધરમતળાવ ખાતે નમો ઔષધિય ઉદ્યાનનું નિર્માણ - ઔષધિય ઝાડના છોડનું વૃક્ષારોપણ કરાયું.

તા.24/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ધરમતળાવ ખાતે નમો ઔષધિય ઉદ્યાનનું નિર્માણ – ઔષધિય ઝાડના છોડનું વૃક્ષારોપણ કરાયું, સુરેન્દરનગર મહાનગર પાલિકા અને વન વિભાગ તથા સદભાવના ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ધરમતળાવ ખાતે મ્યુનિસિપલ કમિશનર ડો.નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને સ્વચ્છતા હી સેવા-2025 અભિયાન અંતર્ગત 10માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનરએ ધરમતળાવ ગાર્ડન ખાતે રીબીન કાપીને નમો ઔષધિય ઉદ્યાનના નિર્માણ કાર્યની શરુઆત કરવી હતી આ તકે મ્યુનિસિપલ કમિશનર, નાયબ મ્યુનિસિપલ કમિશનર, સદભાવના ટ્રસ્ટના સભ્ય અને મહાનગરપાલિકાના અધિકારીઓ તથા કર્મચારીઓ તથા સિનિયર પત્રકારએ અરડુસી, સરગવો, લીંબડો, તુલસી, આંબલી સહિતના 75 જેટલા ઔષધિય ઝાડના છોડનું વૃક્ષારોપણ કરીને સ્વચ્છતા જાળવવાના તથા પર્યાવરણનું જતન કરવાના શપથ લીધા હતા તેમજ ધરમતળાવ ખાતેના ગાર્ડનની વિઝીટ કરી જરૂરી સૂચનો કર્યા હતા.

Back to top button
error: Content is protected !!