*જાફરાબાદ ખાતે પોષણ ઉત્સવની ઉજવણી*
*——*
*આંગણવાડી કાર્યકર બહેનોએ બનાવેલી પોષણક્ષમ વાનગીઓનું નિદર્શન કરાયું*
*——*
*અમરેલી તા.૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ (ગુરૂવાર) -* જાફરાબાદ ખાતે ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિમાં પોષણ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
પોષણ માસ અંતર્ગત આઈ.સી.ડી.એસ જાફરાબાદ ઘટકની આંગણવાડી કાર્યકર બહેનોએ THR અને મીલેટ્સમાંથી બનાવેલી પોષણક્ષમ વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું. ઉપરાંત પોષણ વિશે જાગૃતિ પ્રસરે તે માટે ખાસ પોષણક્ષમ આહાર વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.