GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલમાં પ્રજાસતાક દિન ની ઊજવણી.તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ ભાદરોલી ગામ ખાતે યોજાયો.

 

તારીખ ૨૭/૦૧/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ શહેર અને તાલુકાના વિવિધ ગામોમાં પ્રજાસતાક દિવસ ની ઊજવણી કરાઈ જ્યારે ભાદરોલી ગામમાં તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રાંત અધિકારી એન.બી. મોદી હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ હતું . કાર્યક્રમમા ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ અને મામલતદાર વિકાસભાઇ પટેલ,તાલુકા વિકાસ અધિકારી શીતલબેન સુથાર,તાલુકા પંચાયત પ્રમુખ સવિતાબેન રાઠવા કારોબારી અઘ્યક્ષ ઉપેન્દ્રસિંહ ચાવડા અને તાલુકા ભાજપ પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ, ભાજપ તાલુકા મહામંત્રી વીરેન્દ્રસિંહ પરમાર, તાલુકા ભાજપ પુર્વ પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ, પુર્વ ભાજપ મહામંત્રી કિરણસિંહ સાથે સંગઠન ના હોદેદારો જીલ્લા તેમજ તાલુકા પંચાયત ના સદસ્યો, ભાદરોલી ગ્રામપંચાયતના સરપંચ સાથે તાલુકા પંચાયત અને કાલોલ પોલીસ સ્ટેશન અને મામલતદાર કચેરી નો સ્ટાફ હાજર રહ્યા હતા ધ્વજવંદન કાર્યક્રમ બાદ દેશ ભકિતના ગીતો સાંસ્કૃતિક કાર્યક્રમ નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતું જ્યાં બીએલઓ દ્વારા વિશિષ્ટ કામ કરનાર નુ સન્માન કરવામાં આવ્યું હતુ ભારત વર્ષના ૭૭ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે વિવિધ સરકારી કચેરી ખાતે આન બાન અને શાનથી હર્ષોલ્લાસ સાથે ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતા જેમાં કાલોલ શહેર મામલતદાર કચેરીમાં મામલતદાર વિકાસભાઇ પટેલ,તાલુકા પંચાયત કચેરીમાં કાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ સવિતાબેન રાઠવા, કાલોલ પોલીસ સ્ટેશનના પી.આઈ આરડી ભરવાડ અને કાલોલ નગરપાલિકા ના પ્રમુખ હસમુખભાઇ મકવાણા હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતુ. તાલુકાની વિવિધ વિવિધ ગામોની શાળા, કોલેજ અને સરકારી કચેરીઓ ખાતે પ્રજાસતાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!