કોમી એકતા અને આસ્થાનું પ્રતિક હઝરત સૈયદ ફખરૂદ્દીન રીફાઇ સાહેબ ના ઉર્ષની હર્ષોલ્લાસ સાથે ઉજવણી.
તારીખ ૦૩/૧૦/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
વડોદરા શહેરમાં આવેલ દાંડીયા બજાર સ્થિત સુપ્રસિદ્ધ ખાનકાહે આલિયા રિફાઇયા સ્થિત દરગાહમાં આરામ ફરમાવતા હઝરત સૈયદ સૈયદ ફખરૂદ્દીન ગુલામ હુસેન અલ-મારૂક અમીરમીયા રિફાઈ રદીઅલ્લાહો અન્હુ ના ૧૮૪ મો વાર્ષિક આ ઉર્સ રીફાઇ ગાદીના ગાદીપતિ હઝરત સૈયદ શાહ કમાલુઉદ્દીન મઝરૂલ્લા સાહેબની સજ્જાદગીમાં અને ખાનકાહે આલિયા રિફાઇયા ના સદર હઝરત સૈયદ નૈયરબાબા રિફાઇ તથા ખાનવાદા એ રીફાઇ ના મુબારક હાથોથી હજારોની મેદની વચ્ચે સંદલની વીધી સંપન્ન કરવામાં આવી હતી.દર વર્ષે વડોદરા દાંડીયા બજાર સ્થિત ખાનકાહ શરીફમાં પર ભવ્યાતિભવ્ય રીતે હર્ષોલ્લાસ સાથે ઉર્સ ઉજવણી થાય છે અને પરંપરાગત રીતે યોજાતા જૂલુસ માં સમગ્ર ગુજરાત સહિત પંચમહાલ જિલ્લાના ગોધરા કાલોલ શહેરા હાલોલ સહિત સમગ્ર ભારતના અનેક વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં હીન્દુ અને મુસ્લીમ જાયરીનો (ભાવિકો) મોટી સંખ્યામાં જુલુસમાં જોડાયા હતા ત્યારબાદ ઇશાની નમાઝ પછી રાતીબે રિફાઇનો જલાલી જલસો યોજાયો હતો અને બીજે દિવસે અશર ની નમાઝ પછી પેગંબર સાહેબના બાલ મુબારકની જ્યારત ઇશા ની નમાઝ અદા કરી મહેફીલે મીલાદ પછી મોડી રાત સુધી મેહફીલે શમ્મા ભારતના મશહૂર ફનકાર ઉપસ્થિતિમાં કવ્વાલી નુ કાર્યક્રમ યોજાયો હતો.આ ખાનકાહ શરીફમાં હિન્દુ અને મુસ્લિમની કોમી એકતાનું અને આસ્થાનું પ્રતિક હોવાથી ભક્તો અહીં આવીને દરગાહ પર ચાદર ચડાવી પોતાની મન્નતો (બાધા) આખરી પૂરી કરે છે.