ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને વિકાસ પદયાત્રાનું આયોજન કરાયું


સમીર પટેલ, ભરૂચ
*****
રેલ્વે સ્ટેશન થી સીટી સેન્ટર- ભરૂચ સુધી પદયાત્રા યોજાઈ : જિલ્લાના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ, પોલીસ જવાનો અને શાળા-કોલેજના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા
****
ભરૂચ- શુક્રવાર:- વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત અને દેશનું સુકાન સંભાળ્યું તેને ૨૩ વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે તેમના નેતૃત્વમાં દેશ અને વિશેષ કરીને ગુજરાતમાં થયેલા વિકાસને યાદ કરવાનો અને તેનું સ્મરણ કરવાનો અવસર ‘વિકાસ સપ્તાહ’ તરીકે રાજ્યમાં ઉજવાઈ રહ્યો છે. આ વિકાસ યાત્રામાં ભરૂચ જિલ્લાવાસીઓ પણ ઉત્સાહ સાથે સહભાગી બની રહ્યા છે. જેના અનુસંધાને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ વાંસદીયા, ધારાસભ્યશ્રી રમેશ મિસ્ત્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ કાપસેની વિશેષ ઉપસ્થિતિમાં રેલ્વે સ્ટેશન થી સીટી સેન્ટર- ભરૂચ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ હતી. જેમાં ઉપસ્થિત મહાનુભાવોએ બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી પદયાત્રાને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
નાગરિક પ્રથમ અભિગમ સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના પગલાંના ભાગરૂપે વિકાસ સપ્તાહ અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર ધ્વારા ભરૂચ ખાતે વિકાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિકાસ પદયાત્રામાં જિલ્લાના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ, પોલીસ જવાનો અને શાળા-કોલેજના વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા.
**



