
તા. ૦૫. ૦૮. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Devgadhbariya:દેવગઢ બારીયા સબ ડીસ્ટ્રિક હોસ્પિટલ ખાતે પોસ્ટર એક્ઝીઈબેશન દ્વારા વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી
સ્તનપાનથી ગર્ભાશય અને સ્તન કેન્સરનું જોખમ ઘટે છે સબ ડીસ્ટ્રિક હોસ્પિટલ દેવગઢ બારીયા ખાતે માન.મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન અન્વયે પોસ્ટર એક્ઝીઈબેશન દ્વારા વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ ના ડૉ ચંદન દવારા સ્તનપાન વિશે કહેતા શિશુ માટે માતાનું ધાવણ સર્વોત્તમ આહાર એટ્લે કે અમૂલ્ય વરદાન સમાન છે માતાનું ધાવણ બાળકના જન્મના પ્રથમ ૬ મહિના સુઘી શિશુ માટે સંપૂર્ણ આહાર છે. માતાનું ધાવણ શિશુને ન્યૂમોનિયા તેમજ ઝાડા જેવી જીવલેણ બીમારીઓથી બચાવે છે માતાનું ધાવણ શિશુના શારીરિક અને બૌધિક વિકાસમાં મદદ રૂપ બને છે માતાનું ધાવણ ભવિષ્યમાં સ્થૂળતા, લોહીનું ઊંચુ દબાણ અને ડાયાબિટીસ જેવા અન્ય રોગો થવાનું જોખમ ઘટાડે છે સ્તનપાન કરાવવાથી માત્ર બાળક નેજ નહિ પરંતુ માતાને પણ ઘણાબધા ફાયદા થતા હૉય છે જેમકે માતાને સ્તન તેમજ ગર્ભાશયનું કેન્સર થવાના જોખમમાં ઘટાડો થાય છે સ્તનપાન કરાવવાથી માતાના વજનમાં ઘટાડો થાય છે એટ્લે જ સ્તનપાન એ માતા અને બાળકના જીવનભરના સ્નેહભર્યા સબંધોને પ્રોત્સાહન મળવુ ખૂબજ જરૂરી બની રહે છે જેથી બાળકના આરોગ્ય અને પોષણ સ્તરમાં સુધારા સાથે સમાજમાં વ્યવહાર પરિવર્તન દ્વારા બાળકનું જીવન બચાવી શકાય છે તે માટે નું પોસ્ટર એક્ઝીઈબેશન નર્સિંગ સ્કૂલ ના વિદ્યાર્થીઓ દ્વારા રાખવામાં આવ્યું હતું અને તેનાં દ્વારા સગર્ભા અને ધાત્રી માતાઓ ને સ્તનપાન વિશે સમજાવવામાં આવ્યું હતું આ વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણીમાં હોસ્પિટલ ના ડૉ ઓ નર્સિંગ સ્કૂલના વિદ્યાર્થીઓ ફિમેલ હેલ્થ વર્કર આશા બહેનો સગર્ભા બહેનો ધાત્રી માતાઓ સહીત ઉપસ્થિત રહ્યાં હતા




