BHUJGUJARATKUTCH

લાખાપર ગામે કિશોર સ્વાસ્થ્ય અને સુખાકારી દિવસની ઉજવણી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા-૦૬ જાન્યુઆરી : સી.ડી.એચ.ઓ. ડૉ.મિતેષ ભંડેરી સર, આર.સી.એચ.ઓ ડૉ.દિનેશ પટેલ સર તેમજ ટી.એચ.ઓ ડૉ.નારાયણ સિંઘ સર ના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જંગીના લખાપર ગામની લખાપર પ્રાથમિક શાળા ખાતે કિશોર સ્વાસ્થ્ય અને સુખાકારી દિવસની ઉજવણી કરવામાં આવી.પોષકતત્વો જેવાકે પ્રોટીન, કાર્બોહાઈટ્રેડ, ચરબી, વિટામિન્સ અને ખનિજ તત્વોયુક્ત પોષ્ટિક આહાર લેવા, જંક ફૂડ અને ફાસ્ટ ફૂડથી દૂર રહેવા, વિકલી આયર્ન ફોલિક એસિડ ગોળી લેવા અને એનિમિયા રોગ અટકાવવા અને હીમોગ્લોબીનની યોગ્ય માત્રા જાળવવા માટે સમતોલ આહારનું મહત્ત્વ સમજાવ્યું. જુદાં જુદાં કેફી પદાર્થોના વ્યસનની શારીરિક, માનસિક અને શૈક્ષણિક અસરો તેમજ વ્યસન અટકાવ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.જેમાં કિશોરી ઓનું એચ.બી કરવા માં આવ્યું. તેમજ વજન, ઊંચાઈ કરવા માં આવ્યું.વકૃત્વ સ્પર્ધા નું આયોજન કરવા માં આવ્યું તેમને પ્રોત્સાહન ગિફ્ટ આપવા માં આવી.આ દિવસની ઉજવણી દરમ્યાન એમ.ટી.એસ કૌશિકભાઇ સુતરીયા,એડોલેશંટ હેલ્થ કાઉન્સેલર દિશા સુથાર,સી.એચ.ઓ સુનીતાબેન, એ.એન.એમ દક્ષાબેન, એમ.પી.એચ.ડબલ્યુ રાજુભાઈ પરમાર, શાળા ના પ્રિન્સિપાલ ,શિક્ષકો તેમજ કિશોર કિશોરીઓ હાજર રહી.

Back to top button
error: Content is protected !!