રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત પાલનપુર કોલેજમાં ઉજવણી કરવામાં આવી
25 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત પાલનપુર કોલેજમાં ઉજવણી કરવામાં આવી.બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી જી.બી.પવાયા & શ્રીમતી પી.એસ.પવાયા સાયન્સ કોલેજ, પાલનપુર ના NSS યુનિટ અંતર્ગત કોલેજમાં *રાષ્ટ્રીય સેવા યોજના દિવસ* ની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સેવા યોજના દિવસ વિશે ડૉ. અંજનાબેન પી. મેવાડા દ્વારા માહિતી આપવામાં આવી તેમજ વિદ્યાર્થીઓને એન.એસ.એસ વિશે માહિતગાર કરવામાં આવ્યા. તેમજ એમ. એ. પરીખ ફાઈન આર્ટસ કોલેજમાંથી વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ ના રિસર્ચ અર્થે આવેલ જેમનો ટોપિક હતો ઇન્ટરનેટનું વ્યસન…તેઓએ વિદ્યાર્થીઓ પાસે એ ટોપિક પર ફોર્મ માં ડેટા કલેક્ટ કર્યા અને આ વિષય પર વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવ્યા હતા. આ સેમિનારમાં કોલેજ કેમ્પસ ના નિયામક શ્રી ડૉ.એસ. પી.ચૌહાણ સર, કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડૉ.સંજયભાઈ એ. પટેલ વિદ્યાર્થીઓ તેમજ કોલેજના સ્ટાફગણ હાજર રહ્યા હતા. આ સેમિનાર કોલેજના આચાર્ય ડૉ.સંજયભાઈ પટેલ તેમજ પ્રોગ્રામ ઓફિસર ડો.વિરજીભાઈ આર. ચૌધરી અને ડૉ.અંજનાબેન પી. મેવાડાના માર્ગદર્શન હેઠળ યોજાયો.