
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા-૨૬ ફેબ્રુઆરી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે તા. ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ અજમેર, રાજસ્થાન ખાતે ગર્ભાશયના મુખના કેન્સર વિરોધી HPV રસીનો રાષ્ટ્રવ્યાપી શુભારંભ થનાર છે. તે અનુસંધાને ગુજરાત રાજ્યમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યવ્યાપી રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે. મહિલાઓને સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ આપવા માટે રાજ્યની ૧૪ વર્ષની દીકરીઓ (જેમણે ૧૪મો જન્મદિવસ ઉજવ્યો હોય પરંતુ ૧૫મો નહીં – ૧ વર્ષનો cohort)નું રસીકરણ કરવામાં આવશે. કચ્છ જિલ્લામાં અંદાજિત ૨૧,૦૦૦ કિશોરીઓને HPV વેક્સીન આપવામાં આવશે, જેથી જિલ્લામાં ગર્ભાશયના મુખના કેન્સર સામે મજબૂત સુરક્ષા કવચ ઉભું કરી રોગ સામે રક્ષણ મેળવી શકાશે. અત્રે ઉલ્લેખનીય છે કે , HPV રસીકરણ અભિયાન અને સાવચેતી અંતર્ગત સ્ટ્રેટેજિક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં લાભાર્થીઓની ઓળખ – ૧૪ વર્ષની વય ધરાવતી તમામ કિશોરીઓનો હેડ કાઉન્ટ સર્વે કરી યાદી તૈયાર કરવામાં આવશે. ટેકો+ અને CTS મુજબના અંદાજિત લક્ષ્યાંકની હેડ કાઉન્ટ સાથે વેરિફિકેશન કરવામાં આવશે. શાળા બહારની કિશોરીઓનું રસીકરણ ૩ મહિના સુધી સંબંધિત કોલ્ડ ચેઈન પોઈન્ટ પર કરવામાં આવશે. શિક્ષણ વિભાગ સાથે સંકલન – નોડલ શિક્ષક દ્વારા પાત્ર કિશોરીઓની યાદી આરોગ્ય વિભાગને આપવામાં આવશે. ખાનગી શાળાઓને પૂર્વ સૂચના આપી અભિયાનમાં જોડવામાં આવશે. જિલ્લા/કોર્પોરેશન આરોગ્ય અધિકારીશ્રી સાથે સંકલન કરી આયોજન મુજબ કામગીરી થશે. પેરેન્ટ-ટીચર મીટિંગ (PTM)- દરેક શાળામાં ખાસ PTM નું આયોજન કરાશે, આરોગ્ય કર્મચારી/નોડલ શિક્ષક દ્વારા રસીકરણ પૂર્વે અને HPV રસી અંગે જાગૃતિ કાર્યક્રમો કરાશે. IEC પ્રવૃત્તિઓ – સર્વાઇકલ કેન્સર અને HPV રસી અંગે પોસ્ટર, બેનર, પેમ્ફ્લેટ અને માઇક પ્રચાર દ્વારા વ્યાપક જનજાગૃતિ, સોશિયલ મીડિયા અને સ્થાનિક મીડિયા દ્વારા પણ માહિતી પ્રસાર કરવામાં આવશે. કચ્છમાં “સ્વસ્થ દીકરી – સુરક્ષિત ભવિષ્ય” અંતર્ગત ૧૪ વર્ષની દીકરીઓને HPV રસી અપાવી ગર્ભાશયના મુખના કેન્સરથી સુરક્ષિત કરવા વાલીઓ, શાળા સંચાલકો અને સમાજના આગેવાનોને સહકાર આપવા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.



