MORBi:મોરબી ABVP દ્વારા જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચારો સાથે વિરોધ પ્રદર્શન કરાયું

MORBi:મોરબી ABVP દ્વારા જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચારો સાથે વિરોધ પ્રદર્શન કરાયું
મોરબી ખાતે ABVP દ્વારા જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાની ભારે નિંદા સાથે પાકિસ્તાન અને આતંકવાદ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચારો સાથે વિરોધ પ્રદર્શન કરાયું હતું. આ સાથે હુમલામાં જીવ ગુમાવનાર સદ્દગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
મોરબી શહેરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા નિર્દોષ લોકો પરના આતંકી હુમલાની વિરોધમાં જનપ્રદર્શન યોજાયું હતું. ABVPના કાર્યકરો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જાહેર માર્ગો પર એકત્રિત થયા હતા અને “આતંકવાદ મુર્દાબાદ”, “પાકિસ્તાન મુર્દાબાદ”, “દેશના ગદ્દારોને ગોળી મારો” જેવા ઉગ્ર સૂત્રોચારો સાથે આતંકવાદ વિરુદ્ધ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. આ આતંકી હુમલામાં જીવ ગુમાવનાર નિર્દોષ લોકોને મોરબી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ભાવપૂર્વક શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.







