
તા.૨૦.૦૮.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ જીલ્લા શાખાની કારોબારી સભામાં ચેરમેન, વાઇસ ચેરમેન અને ખજાનચીની સર્વાનુમતે વરણી કરવામાં આવી
આજરોજ તારીખ 18-08-2025 નારોજ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખા કારોબારી સભામાં કારોબારી સભ્યો ને અધ્યક્ષએ શપથ લેવડાવ્યા હતા. અધ્યક્ષ ભરતભાઈ આર. અગ્રવાલ ની હાજરીમાં કારોબારી સભ્યોએ ગોપાલભાઈ પી. ધાનકા ની ચેરમેન તરીકે સર્વાનુમતે વરણી કરી હતી. વાઈસ ચેરમેન તરીકે દિનેશભાઈ શાહ અને ડો. ધર્મેન્દ્રભાઈ અગ્રવાલ , ખજાનચી તરીકે જવાહરભાઈ શાહ ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. હોદ્દેદારો દ્વારા મંત્રી તરીકે રાજેશભાઈ ભટ્ટ અને સહમંત્રી તરીકે નરેન્દ્ર પરમાર ની વરણી કરી હતી. એજ્યુકેટીવ કમિટીમાં પદાધિકારી સાથે અન્ય સભ્ય ભરતભાઈ આર. અગ્રવાલ અને રાજ્ય રેડ ક્રોસ ના પ્રતિનિધિ સાબિરભાઈ શેખ ની વરણી કરી હતી. હોદ્દેદારો તથા કારોબારીના સભ્યોએ સાથે મળીને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ શાખા ની સેવાકીય પ્રવૃત્તિઓને વેગવંતી કરવા માટે કટિબદ્ધતા દર્શાવી હતી





