ARAVALLIGUJARATMEGHRAJMODASA

મેઘરજ –  કાકી પર ભત્રીજાએ દુષ્કર્મ આચરતા મેઘરજ પંથકમાં ચકચાર – ગ્રામ્ય વિસ્તારની ચકચારી ઘટના 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજ –  કાકી પર ભત્રીજાએ દુષ્કર્મ આચરતા મેઘરજ પંથકમાં ચકચાર – ગ્રામ્ય વિસ્તારની ચકચારી ઘટના

મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સગા સંબંધને કલંકિત કરતી ઘટના સામે આવતા વિસ્તારમાં ભારે ચકચાર મચી છે. જ્યાં ભત્રીજાએ પોતાની જ કાકી પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યો હોવાની ફરિયાદ મેઘરજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મેઘરજ તાલુકાના એક ગામના દંપતી પોતાના ઘઉંના પાકની દેખરેખ માટે ખેતરમાં ઓઢો બનાવી રાત્રે સુતા હતા.દરમિયાન મધરાત્રિના સમયે મહિલાના મોબાઇલ પર તેના ભત્રીજાનો ફોન આવ્યો હતો. ભત્રીજાએ કાકા અંગે પૂછપરછ કરતા મહિલાએ તેઓ બહાર ગયા હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ ભત્રીજાએ પોતે અને તેની પત્ની ઘઉં કાપવા આવવાના હોવાનું કહ્યું હતું.આ દરમિયાન મહિલા ખેતરમાં જતા ભત્રીજો એકલો જ ત્યાં આવી પહોંચ્યો હતો અને મહિલાને એકલી જોઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યો હોવાનો આક્ષેપ છે. ઘટનાની જાણ કોઈને કરશો તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ છે.ઘટના બાદ પીડિત મહિલા પોતાના પતિ પાસે પરત આવી સમગ્ર ઘટના જણાવી હતી. ત્યારબાદ પીડિતાએ હિંમત ભેગી કરી મેઘરજ પોલીસ સ્ટેશનમાં ભત્રીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.આ ઘટનાએ ગ્રામ્ય વિસ્તારમાં આક્રોશ ફેલાવ્યો છે અને લોકો આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!