તા.૨૨. ૦૯. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત આર એન્ડ એલ પંડ્યા હાઈસ્કૂલ ખાતે ચલો જ્ઞાન બઢાયે ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું
ચલો જ્ઞાન બઢાયે ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત આર એન્ડ એલ પંડ્યા હાઈસ્કૂલ અને એસ.એમ કુંદાવાલા હાયર સેકન્ડરી સ્કુલ દાહોદ અને કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દાહોદ ડિસ્ટ્રિક્ટ ના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓના જ્ઞાનમાં અભિવૃદ્ધિ થાય તે ઉમદા હેતુથી વાર્ષિક ક્વિઝ સ્પર્ધા 2024 “ચલો જ્ઞાન બઢાયે” નું આયોજન કરવામાં આવ્યું .જેમાં પ્રિલિમ રાઉન્ડમાં કુલ ૭૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ત્યારબાદ વધુ માર્ક્સ ધરાવતા પ્રત્યેક ધોરણ માંથી એક એક એમ કુલ ચાર વિદ્યાર્થીઓની ચાર ટીમ બનાવવામાં આવી.ચાર ટીમ ના નામ આલ્ફા ,બીટા, ગામા અને ડેલ્ટા આપવામાં આવ્યા. આ ક્વિઝ સ્પર્ધામાં કુલ ચાર રાઉન્ડ જેમાં પ્રથમ રાઉન્ડ ટેસ્ટિંગ ટાઈમ બીજો રાઉન્ડ પિક્ચર પરફેક્ટ ત્રીજો રાઉન્ડ ચુઝ યોર કાર્ડ ચોથો રાઉન્ડ ફાસ્ટ એન્ડ ફિયરલેસ રાખવામાં આવ્યા હતા આ ક્વિઝ સ્પર્ધા માં ટીમ ડેલ્ટા ના વિદ્યાર્થીઓ (1)ચૌહાણ પ્રિન્સ ધો-12(2) પરમાર નીવ ઘો- 11(3) કૂં મહાવર ક્રિષ્ના ઘો-10 (4) સોલંકી કૌશિક ઘો 9 વિજેતા થયા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન ઉમંગભાઈ દરજી અને પ્રોત્સાહક અને પ્રેરક સંચાલન કમલેશ ભાઈ લીમ્બાચીયા દ્વારા કરવામાં આવ્યું હતું શાળાના આચાર્ય શ્રીમતી નિતીક્ષાબેન પટેલ દ્વારા નિર્ણાયક ની ભૂમિકા ભજવી નિર્ણય આપવામાં આવ્યો હતો .વિજેતા ટીમને કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દાહોદ ના કોમ્યુનિકેટર અભિષેક ભાઈ શ્રીવાસ અને અલીભાઇ વોહરા દ્વારા ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત ભાગ લીધેલ બાકીની ત્રણેય ટીમને ટ્રોફી અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા શાળાના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો શાળાના શિક્ષક મિત્રોએ પણ ઉત્સાહથી સહકાર આપી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો