કલોલ તાલુકા પ્રા.શિક્ષક સંઘની અધ્યક્ષતામાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ની ચાણક્ય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

તારીખ ૧૯/૦૧/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ પ્રેરિત ”ચાણક્ય ક્રિકેટ ટુર્નામેન્ટ” અંતર્ગત પંચમહાલ જિલ્લા પ્રાથમિક સંઘ આયોજિત કાલોલ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ નાં યજમાન પદે ક્રિકેટ ટુર્નામેન્ટ કાલોલ તાલુકાના બેઢીયા ખાતે યોજવામાં આવી હતી.જેમાં પંચમહાલ જિલ્લાના પ્રાથમિક શિક્ષક ઘટક સંઘના તમામ હોદ્દેદારો ની ઉપસ્થિતિમાં ક્રિકેટ ટુર્નામેન્ટ ખુલ્લી મૂકવામાં આવી હતી જ્યાં કાલોલ પ્રાથમિક શિક્ષક સંઘે યજમાનની ભૂમિકામાં એક સફળ આયોજન કર્યું હતું જેમાં પંચમહાલ જિલ્લાના સાતે સાત તાલુકાની શિક્ષકોની ટીમો એ ભાગ લીધો હતો.તમામ સાત ટીમો વચ્ચેના યોજાયેલ ક્રિકેટ મુકાબલાઓના અંતે ફાઇનલમાં ઘોઘંબા અને કાલોલ ની ટીમ વચ્ચેના ફાઇનલ મુકાબલામાં વિજેતા ટીમ ઘોઘંબા રહી અને રનર્સ અપ નો તાજ કાલોલ ને ફાળે આવ્યો હતો જેમાં મેન ઓફ ધ મેચ ઘોઘંબા ટીમના મૌલિકભાઈ ને અને મેન ઓફ ધ સિરીઝ કાલોલ તાલુકાના શિક્ષક નીતિશભાઈને મળ્યો હતો જ્યાં જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અરવિંદસિંહ પરમાર સાથે કાલોલ તાલુકા ભાજપ મંડળના પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ અને તાલુકા ભાજપ મંડળના મહામંત્રી વીરેન્દ્રસિંહ પરમાર સહિત જીલ્લા અને તાલુકા શિક્ષક સંઘના હોદ્દેદારો અને સભ્યો વતી બંને ટીમોને શુભેચ્છાઓ પાઠવી હતી.







