ઝાલોદ તાલુકાના ગરાડું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર લઇ રહેલા વેરી હાઈ રિસ્ક સગર્ભા માતાને પોષણ કીટ અપાઈ
AJAY SANSIJune 26, 2025Last Updated: June 26, 2025
0 Less than a minute
તા.૨૬.૦૬.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Zalod:ઝાલોદ તાલુકાના ગરાડું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર લઇ રહેલા વેરી હાઈ રિસ્ક સગર્ભા માતાને પોષણ કીટ અપાઈ
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ ઉદય ટીલાવતના માર્ગદર્શન તેમજ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ગીરવર બારીયાન તથા તાલુકા અધિકારી ડૉ. તુષાર ભાભોરના દિશા સૂચન હેઠળ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ગરાડું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર લઇ રહેલા વેરી હાઈ રિસ્ક સગર્ભા માતા કે જેમનો વજન : ૨૯.૫ કિલો છે તેઓને આજ રોજ પ્રા.આ.કે. ના મેડિકલ ઓફિસર તથા સ્ટાફ દ્વારા તેમના ઘરે જઈને પોષણ કીટ આપવામાં આવી હતી. અને માતા તથા પરિવારજનો ને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું