છોટાઉદેપુર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્રારા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત કાર્યશાળા યોજવામા આવી હતી.
મુકેશ પરમાર,,,નસવાડી
છોટાઉદેપુરના દરબાર હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુર જિલ્લા દ્રારા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત જિલ્લા કાર્યશાળા યોજવામા આવી હતી.જેમા મુખ્ય વક્તા તરીકે ગુજરાત પ્રદેશ ભાજપાના પુર્વ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, નાંદોદ ધારાસભ્ય શ્રીમતી દર્શનાબેન દેશમુખ ઉપસ્થિત રહી આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંગે જિલ્લાના અપેક્ષીત પદાધિકારીઓને માર્ગદર્શન આપ્યુ હતુ.નાંદોદ ધારાસભ્ય શ્રીમતી દર્શનાબેને કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ થી યુવાનો,મહિલાઓ,ખેડૂતો અને વંચિતોની આવકમા વધારો થતા સુખાકારી વધી છે.આત્મનિર્ભર ભારતથી ગામ,ગરીબ,વંચિત,ખેડૂત, મહીલા,યુવાનોને કૌશલ્ય કાર્યક્રમથી આર્થિક, સામાજિક વિકાસમા વધારો થયો છે.ભારત દેશને દુનિયાની ત્રીજી આર્થિક મહાસત્તા બનાવવાનો માર્ગ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન દ્રારા હર ઘર સ્વદેશી,ઘર ઘર સ્વદેશી ના મંત્રથી મળશે.તેમ જણાવ્યુ હતુ.જ્યારે પુર્વ પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંગે આગામી 75 દિવસમા જિલ્લામા થનાર કાર્યક્રમ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યુ હતુ.