BODELICHHOTA UDAIPUR

છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ: વહીવટી તંત્ર અને પોલીસ કાફલો એક્શન મોડમાં

છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે, જ્યાં જિલ્લા પંચાયતની ૩૨ અને તાલુકા પંચાયતની ૧૫૦ બેઠકો સહિત બોડેલી નગરપાલિકા માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાનાર છે. ચૂંટણીને પારદર્શક અને સુચારૂ બનાવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે EVM મશીનો અને જરૂરી સામગ્રી મતદાન મથકો સુધી રવાના કરવાની કામગીરી પ્રિસાઇડિંગ ઓફિસરો દ્વારા તેજ કરવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થાની જાળવણી સાથે આ વર્ષે આકરી ગરમીને જોતા આરોગ્ય વિભાગ દ્વારા પણ વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. બીજી તરફ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં મજૂરી અર્થે ગયેલા શ્રમિકો પરત ફરી વધુમાં વધુ મતદાન કરે તે માટે તંત્ર દ્વારા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેથી લોકશાહીના આ પર્વમાં મહત્તમ મતદાન સુનિશ્ચિત કરી શકાય.

રિપોર્ટર તોસીફ ખત્રી

Back to top button
error: Content is protected !!