BODELICHHOTA UDAIPUR

છોટાઉદેપુર જુનિયર ક્લાર્ક ની પરીક્ષા નું પેપર ફૂટતા જ વિદ્યાર્થીઓએ પરીક્ષા સેન્ટર પરથી પાછું જવાનો વારો

રાજ્યભરમાં આજરોજ વિવિધ સેન્ટરો ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઇ હતી તે અંગેની રાજ્યભરના તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર વહીવટી તંત્ર દ્વારા ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ એકાએક પરીક્ષા રદ થતા હોવાનું જાણવા મળતા દૂર દૂરથી પરીક્ષા આપવા આવેલા પરીક્ષાર્થીઓ પરીક્ષા સેન્ટર ઉપર જઈ અટવાતા તેઓએ સરકારને આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા અપીલ કરી . છોટાઉદેપુર ખાતે પણ શ્રીમતી મણીબેન પટેલ કન્યા વિદ્યાલય ખાતે જુનિયર પરીક્ષા કેન્દ્ર રાખવામાં આવ્યું હતું ત્યાં પણ વહેલી સવારથી પરીક્ષા આપવા દૂર દૂરથી લોક વરસાદ થયો હોય છતાં ઘરેથી નીકળી ગયા હતા તેઓ જ્યારે પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું કે આજરોજ ઊર્જાના જુનિયર ક્લાર્ક ની પરીક્ષા રદ થઈ છે આ સમાચાર સાંભળી પરીક્ષા આપવા આવેલા પરીક્ષાર્થીઓમાં આર્થિક તેમજ શારીરિક નુકસાન થયું હોવાથી સરકારને હવે પછીની પરીક્ષાઓ અંગે યોગ્ય વ્યવસ્થા કરવા અપીલ કરવામાં આવી હતી.

 

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!