GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

KALOL:વેજલપુર પોલીસે બસમાં વિદેશી દારૂની હેરાફેરી કરતી ત્રણ મહિલાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી

તારીખ ૨૧/૧૦/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

વેજલપુર પોલીસે શુક્રવારે ઝાલોદથી ધરમપુર જતી બસમાં ત્રણ મહિલાઓ શરીરે સંતાડી વિદેશી દારૂનો જથ્થા સાથે હેરાફેરી કરતી ત્રણ મહિલાઓની વેજલપુર પોલીસે અટક કરી હોવાનું જાણવા મળ્યું છે.બનાવની વિગત મુજબ વેજલપુર ના સિનિયર પી.એસ.આઇ એસ.એલ. કામોળ બસ સ્ટેન્ડ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે તેઓને બાતમી મળેલ કે ઝાલોદથી ધરમપુર જતી બસમાં ત્રણ મહિલાઓ શરીરે સંતાડી વિદેશી દારૂનો જથ્થો વડોદરા લઈ જનાર છે અને તે બસ પાંચેક વાગ્યાની આસપાસ વેજલપુર બસ સ્ટેન્ડ આવનાર છે. જે બાતમી આધારે સદર જગ્યાએ વેજલપુર પોલીસ સ્ટેશનના સિનિયર પીએસઆઇ અને સર્વેલન્સ સ્કોર્ડના માણસો સાથે વેજલપુર બસ સ્ટેન્ડમાં પંચો સાથે એસ.ટી બસની રાહ જોઈ ઉભાં રહેતા એસ.ટી બસ વેજલપુર બસ સ્ટેન્ડ ખાતે ઉભી રહેતા જે બસમાં પંચ રૂબરૂ તપાસ કરતા ત્રણ મહિલાઓ એક સાથે બેઠેલ હોય તેઓ ને બસ ની નીચે ઉતારલે અને પોલીસ સ્ટેશન લાવી મહિલા પોલીસ મારફતે તપાસ કરાવતા તેના શરીર ઉપરથી સંતાડી ને રાખેલ રોયલ સિલેકટર ડીલક્ષ વ્હીસ્કી નાં ૧૮૦ મી.લી નાં પ્લાસ્ટિકના કવાટરીયા નંગ-૨૭૫ કી.રૂ ૨૭,૫૦૦ નો મુદામાલ મળી આવતા પ્રોહી પ્રતિબંધક એરિયામાં ગેરકાયદેસર રીતે ઈંગ્લીશ દારૂનાં જથ્થાનુ વહન કરતા રેખાબને તે દીલીપભાઈ ભુદરભાઈ સંગાડા,વર્માબેન વા/ઓફ અર્જુનભાઈ શંકરભાઈ સંગાડા,રિન્કુબેન વ/ઓફ પ્રવીણભાઈ શંકરભાઈ સંગાડા તમામ રહે.મોટી ખરજ તા.ગરબાડા જી.દાહોદ પકડાઈ જતા ઉપરોક્ત તમામ ત્રણ મહિલાઓ વિરુદ્ધ માં વેજલપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!