CHHOTA UDAIPURNASAVADI

નસવાડી પ્રાથમિક શાળાના પેવેશ દ્રારા ઉભરાતા ગટરના દૂષિત પાણીમાંથી પસાર થવા બાળકો

નસવાડી પ્રાથમિક શાળાના પેવેશ દ્રારા ઉભરાતા ગટરના દૂષિત પાણીમાંથી પસાર થવા બાળકો મજબુર જયારે રસ્તા ઉપર ચાલતા રાહદારીઓ હેરાન પરેશાન

મુકેશ પરમાર

નસવાડી ટાઉનના મુખ્ય રસ્તા કુમાર શાળા આવેલી છે અને પ્રાથમિક શાળામાં 300 થી વધારે બાળકો અભ્યાસ કરે છે જયારે કન્યા શાળાની બિલ્ડીંગનુ કામ ચાલતું હોવાથી 200 જેટલી વિદ્યાર્થીનીઓ કુમાર શાળામાજ અભ્યાસ કરવા આવે છે અને રસ્તા ઉપર આવેલી ગટર ચોકઅપ થઈ જતાં ગટર ઉભરતા ગટરનું દૂષિત પાણી રોડ ઉપર ફરી વળે છે નસવાડી કુમાર શાળા આગળ થી જકાતનાકા સુધી રોડ ઉપર આ દૂષિત પાણી કેટલાક દિવસો થી રેલાઈ રહ્યું છે અને જકાતનાકા વિસ્તારોમાં આવેલી દુકાનો આગણમાં ગટરનું પાણી ફળી વળતા દુકાનદારો પણ હેરાન થાય છે ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે તેની સામેજ તાલુકા પંચાયત કચેરી આવેલી છે તાલુકાના અધિકારીઓ રોજ આ રોડ ઉપર થી પસાર થઈ ચેમ્બરમાં જતાં હોય છે છતાંય અધિકારીઓ તેઓના નજીક પોતાની આંખે દેખાતી સમસ્યાઓ પણ હલ નથી કરી શકતા જયારે કુમારશાળામાં અભ્યાસ જતાં નાના નાના બાળકો પણ આ રોડ ઉપર દુષિત પાણીમાંથી પસાર થઈ શાળાના વર્ગમાં જાય છે ગંદા પગે બાળકોને વર્ગમાં બેસી અભ્યાસ કરવો પડે છે જયારે આ ગટર કેટલાક દિવસોથી ઉભરતા ગટરના દુષિત પાણી રોડ ઉપર રેલાઈ રહ્યા છે જેનાથી ભારે ગંદકી ફેલાઈ છે અને બાળકો અને સ્થાનિક લોકોમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય છે આટલી સમસ્યા લોકોને પડતી હોવા છતાંય ગ્રામ પંચાયતના સત્તાધીશો ધ્યાન આપતા નથી વારંવાર ગ્રામ પંચાયતના સત્તાધીશોને જાણ કરવા છતાંય સમસ્યાનો નિકાલ આવતો નથી ગ્રામ પંચાયતના વહીવટ સામે લોકોમાં રોષ ભભૂકી ઉઠયો છે તાલુકાનું સંચાલન કરતા અધિકારીઓ તેઓના જ આગણેની સમસ્યાઓ દૂર નાં કરી શકતા તાલુકાના અધિકારીઓ ઉપર થી લોકોનો વિશ્વાસ ઉઠી રહ્યો છે આ સમસ્યાનો નિકાલ વેહલી તકે લાવે તેવી લોકોમાં માંગ ઉઠી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!