.છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં આજે વહેલી સવારથી શિવમ ટ્રેડર્સ ખાતે યુરિયા ખાતર લેવા ખેડૂતોની મોટી લાઈનો લાગી હતી. ખેડૂતો લાંબા સમય સુધી લાઈનમાં ઉભા રહ્યા છતાં તેમને ખાતર મળતું ન હતું. જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે.
ખેડૂતોનું કહેવુ છે કે રોપાવણી અને પાક વિકાસના મહત્વના સમયે યુરિયા ખાતર ન મળતા ખેતી કામોમાં વિક્ષેપ થયો છે. દુકાનદારોનું કહેવું છે કે ઉપરથી જ પૂરતી માત્રામાં ખાતર મળતું નથી. જેના કારણે તેઓ પણ ખેડૂતોને જરૂરી પુરવઠો આપી શકતા નથી.ખાતરની અછતને કારણે ખેડૂતોમાં ભય અને હેરાનગીનું માહોલ છે. ખેડૂતો સરકાર અને કૃષિ વિભાગને તાત્કાલિક ધ્યાન આપવા અને બોડેલી વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ કરાવવા માંગ કરી રહ્યા છે. રિપોર્ટર તોસીફ ખત્રી