GUJARAT

સરકારી બી.એડ્. કૉલેજ, નસવાડી તથા શ્રી સી.એચ. ભીલ સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજના સંયુક્ત ઉપક્રમે નવરાત્રી મહોત્સવમાં ગરબાની ગુંજ

મુકેશ પરમાર,,નસવાડી

સરકારી બી.એડ્. કૉલેજ, નસવાડી તથા શ્રી સી. એચ. ભીલ સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, નસવાડીના સંયુક્ત ઉપક્રમે ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું.માતાજીની પૂજા અને આરતીથી કાર્યક્રમનો શુભ પ્રારંભ થયો. પરંપરાગત વેશભૂષામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ગરબા અને લોકનૃત્ય રજૂ કર્યા. માતાજીના સ્તુતિગીતો અને ભક્તિગીતોની ગુંજ સાથે સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ, સાંસ્કૃતિક ગૌરવ અને આનંદથી છલકાયો.આ પ્રસંગે બંને કૉલેજના પ્રિન્સિપાલશ્રીએ શુભેચ્છા આપતાં જણાવ્યું કે – “નવરાત્રી ઉત્સવ ભક્તિ, સંસ્કૃતિ અને એકતાનું પ્રતિક છે. આવાં આયોજનો દ્વારા વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, સામૂહિકતા અને ભારતીય પરંપરા પ્રત્યે ગૌરવની ભાવના વિકસે છે.”ભવ્ય નવરાત્રી મહોત્સવમાં બંને કૉલેજના પ્રાધ્યાપકો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓની ઉત્સાહભેર હાજરી રહી હતી.

Back to top button
error: Content is protected !!