ભરૂચ:- પર્યાવરણ બચાવવાના અભ્યાનમાં નીકળેલા સાઈકલિસ્ટ નું સ્વાગત કરવામાં આવ્યું…

સમીર પટેલ, ભરૂચ
પર્યાવરણ બચાવવાના અભિયાન માં લદાખ થી નિકળેલા સાયકલિસ્ટ ભરૂચ જિલ્લા માં આવી પહોંચતાં ભરૂચ જિલ્લા ના સાઈક્લિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.
હરિયાણાના સાયકલિસ્ટ વિક્રમ કુમાર તથા પંજાબ નાં સાયકલિસ્ટ ગુરમિત સિંગ સરાન બંને સાયક્લિસ્ટ તેમની વૃક્ષ વાવી પર્યાવરણ બચાવવાના પ્રયાસ માટેની આ સાયકલ યાત્રા લદાખ થી શરૂઆત કરી કન્યાકુમારી સુધી જવાનાં છે. વિક્રમ કુમાર તથા ગુરમિત સિંગ લદાખ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન થઈ દરેક રાજ્યમાં વૃક્ષ વાવી પર્યાવરણન બચાવવાના પ્રયાસ માટે આશરે 3400 જેટલું સાયક્લિંગ કરી ગુજરાત ભરૂચ જિલ્લામાં આવી પહોંચતાં ભરૂચ જિલ્લા ના સાઈક્લિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ સાથે ઔપચારિક મુલાકાત લીધી હતી
આ મુલાકાત દરમિયાન બંને સાયક્લિસ્ટો એ જણાવ્યું હતું કે આ સાયકલ યાત્રા દરમિયાન રૂટ માં આવતા દરેક વિસ્તારમાં લોકો ને વૃક્ષ ઉગાડવા તથા પર્યાવરણ બચાવવાના પ્રયત્નો કરશે . તથા ગુજરાત થી મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ કન્યાકુમારી સુધી જવાનાં છે … તથા હરિયાણાના સાયકલિસ્ટ વિક્રમ કુમાર તેમની આ સાયકલ યાત્રા શ્રીલંકા માં પૂરી કરશે….
આ ઔપચારિક મુલાકાત દરમિયાન ભરૂચ જિલ્લા ના સાઈક્લિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસે બંને સાયક્લિસ્ટો ની આ સાયકલ યાત્રા નિર્વિઘ્ન રીતે અને સલામતી પૂર્વક પૂર્ણ થાય તેવી હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.



