CHHOTA UDAIPURNASAVADI

નસવાડીમાં અચાનક એસ.ટી બસ બંધ પડી જતા કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા

નસવાડી મેન રોડ ચાર રસ્તા વિસ્તાર પાસે અચાનક એસ.ટી બસ બંધ પડી જતા કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા જયારે એસ ટી બસ બંધ પડી જતા મુસાફરો અટવાઈ પડ્યા હતા

નસવાડી મેન બજાર આવેલું છે અને આ રોડ ઉપર 24 કલાક ટ્રાફિક ધમધમતું રહે છે આ રોડ ઉપર અચાનક બોડેલીથી હાલોલ રાજપીપળા રૂટ ની એસ ટી બસ મુખ્ય રોડની વચ્ચે પડી બંધ ગઇ હતી જેના લીધે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી એસ.ટી બસ રોડ ઉપર બંધ થઇ જતા વાહનોની મોટી મોટી લાઈનો લાગી ગઇ હતી જયારે એસ ટી બસ અચાનક બંધ થઇ જતા બસમાં બેઠેલા પ્રવસીઓ પણ અટવાઈ પડ્યા હતા જયારે બસ ના ડ્રાયવર અને કંડેક્ટરે બસ ચાલુ કરવાં માટે ખુબ મહેનત કરી હતી પરંતુ બસ ચાલુ ના થતા આસપાસ ના લોકો ધક્કો મારીને બસ ચાલુ કરવા માટે મદદ પણ કરી હતી પરંતુ બસ ના ચાલુ થતા બસને ટ્રેક્ટર સાથે બાંધીને બસને આગળ ખસેડવામાં આવી હતી અનેક વાર આ રૂટની બસમા ટેક્નિકલ ખામીના કારણે રસ્તા વચ્ચે બંધ પડતાં મુસાફરો વારંવાર હેરાન પરેશાન થાય છે સરકારી એસ.ટી વિભાગની ખખળધજ બસોના લીધે મુસાફરોને મુશ્કેલી વેઠાવાનો વારો આવ્ય હતો ખખડધજ બસના લીધે કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ જયારે મર્યાદિત કિલોમીટર પૂર્ણ થયા હોવા છતાં પણ બોડેલી ડેપો ની કેટલીક બસો રોડ પર ચાલે છે છોટાઉદેપુર જિલ્લામાં સાંસદ અને ધારાસભ્યો એસટી ડેપોમાં શુભ યાત્રા અને સ્વચ્છ યાત્રાનો કાર્યક્રમ રાખવામાં કરે છે પરંતુ ખખળધજ બસોની ચકાસણી કોઈ કરતુ નથી જૂની બસોની જગ્યાએ નવી બસો મુકાય તે જરૂરી બન્યું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!