GUJARAT
નસવાડી તાલુકાના ધામસીયા ગામે જય અંબે શાળામાં નવરાત્રિ ના પાવન અવસરે બાળકો તેમજ શિક્ષકો સાથે ગરબે જુમ્યા
મુકેશ પરમાર નસવાડી
નસવાડી તાલુકાના ધામસીયા ગામે જય અંબે શાળા આવેલી છે અને શાળામાં દરેક પર્વની ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવે છે જ્યારે શાળા પરિવાર દ્વારા નવરાત્રી ના પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળામાં અભ્યાસ કરતા બાળકો અને શિક્ષકો સાથે ગરબા રમી નવરાત્રીના પર્વની આનંદ ભેર ઉજવણી કરી હતી. શાળા પરિવાર દ્વારા બાળકો માટે ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.